________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૮૭]
સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હોય તે સારી અવસ્થામાં હોવા છતાં પણ કદાચ ધર્મકૃત્ય મૂકાય છે. તેમજ નિયમ લીધો હોય તે જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ! દોરડું બાંધવાથી જ જાનવરો પણ ઊભાં રહે છે. ધર્મનું
જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસ નું જીવિત જૂઠ, જળનું જીવિત શીતળપણું અને ભયનું જીવિત ધૃત છે, માટે ડાઢા પુરૂષોએ ધર્મકરણનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણે જ મજબૂત પ્રયત્ન કરો, કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની સુખે પ્રાપ્તિ થાય છે.”
રત્નસાર કુમારે સદગુરૂની એવી વાણી સાંભળીને સમ્યકત્વ સહિત પરિગ્રહ પરિમાણવ્રત લીધુ. તે એ રીતે કે –“મહારે હારી માલિકીમાં એક લાખ રત્ન, દસ લાખ સુવર્ણ, મોતીના અને પરવાળાના એમ એકેકના આઠ આઠ મૂડ, નાણાબંધ આઠ ક્રોડ સોનૈયા, દસ હજાર ભાર રૂપું વગેરે ધાતુઓ, સો મૂડા ધાન્ય, એક લાખ ભાર બાકીનાં કરીયાણ, ૬૦ હજાર ગાયે, પાંસે ઘર તથા દૂકાનો, ચારસો વાહન, એક હજાર ઘોડા અને સો હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરવો. તથા મહારે રાજ્ય અને રાજ્યને વ્યાપાર પણ ન સવીકારે. શ્રદ્ધાવંત એવો તે રત્નસાર કુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમાં અણુવ્રતને અંગીકાર કરી શ્રાવક ધર્મ પાળવા લાગ્યું.
બીજે કઈ વખતે તે પાછો પિતાના શુદ્ધ મનવાળા દેસ્તોની સાથે ફરતાં ફરતાં રોલંબલેલ” નામના બગીચામાં આવ્યો. બગીચાની શોભા જે તે ક્રીડા પર્વત ઉપર ગયે. ત્યાં કુમારે દિવ્ય રૂપ અને દિવ્ય વેષ ધારણ કરનારૂં તથા દિવ્ય ગાયન કરી રહેલું એક કિન્નરનું જોડલું જોયું. તે બન્નેનું મુખ ઘોડા જેવું અને બાકીના શરીરનો તમામ ભાગ માણસ સરખે એવું કોઈ દિવસે ન જેએલું સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જે એ માણસ અથવા દેવતા હતા તો એનું મુખ ઘોડા જેવું કેમ હોય? માટે એ માણસ નથી, અને દેવતા પણ નથી. પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થએલે કે દેવતાનું એ વાહન હશે” તે કુમારનું કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું “હે કુમાર ! તું કુકલ્પના કરીને મહારી ફેગટ વિડંબના શું કરવા કરે છે? જગતમાં પિતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હું વ્ય
તર દેવતા છું, પણ તું માત્ર તિય ચ સરખે છે, કારણ કે, હારા પિતાએ તને દેવતાઓને પણ ન મળી શકે એવી એક દિવ્ય વસ્તુથી એકાદ ચાકરની માફક દૂર રાખે છે.
અરે કુમાર ! સમરાંધકાર નામનો એક નીલવર્ણ ધારણ કરનારે ઉત્તમ ઘેડો હાર પિતાને કોઈ દૂર દ્વીપાંતરમાં પૂર્વે મળે જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનાર, હલકા કાનને, ઠેકાણા વગરને, પગે પગે દંડ કરનાર અને ક્રોધી હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org