________________
(11
પ્રથમ વિચાર
[ ૨૮૨ ]
આદિ વસ્તુ વેચવા તે જતો હતો. ગાના સમુદાયને ધણી ગોવાળિયો “આ અંગારા છે.” એમ સમજીને સોનાના નિધિ નાંખી દેતે હતું, તેને જોઈ ધનમિત્રે કહ્યું. “સેનું છે, કેમ નાંખી દ્યો છે?” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સેનું છે” એમ કહી અમને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે.” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહેતો નથી. ” ગોકુળના ધણીએ કહ્યું, “એમ હોય તે અમને ગળ વગેરે આપીને તું જ આ સેનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું અને તેથી તેને ત્રીશ હજાર સોનૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળવ્યું તેથી તે હેટે શેઠ થયે. તે જ ભાવમાં ધર્મનું માહાભ્ય કેટલું સાક્ષાત દેખાય છે? એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઈ સુમિત્ર શેઠને ઘેર એકલે જ ગયે. ત્યારે સુમિત્ર શેઠ ક્રોડ મૂલ્યને રત્નને હાર બહાર મૂકીને કાંઈ કાર્યને અંગે ઘરમાં ગયા અને તુરત પાછા આવ્યા. એટલામાં રત્નનો હાર ક્યાંય જતો રહ્યો. ત્યારે “અહિં બીજે કઈ આવ્યું નથી માટે તે જ લીધે.” એમ કહી સુમિત્ર, ધનમિત્રને રાજસભામાં લઈ ગયે. ધનમિત્રે જિનપ્રતિમાના અધિષ્ઠાયક સમક્તિી દેવતાને કાઉસગા કરી પ્રતિજ્ઞા કરવા માંડી. એટલામાં સુમિત્રની
ટીમાંથી જ રત્નનો હાર નીકળ્યો તેથી સર્વ લોકોને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ્ય રીતે કહ્યું, “ગંગદત્ત નામને ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગંગદને પિતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિસ્મતનું રતન કેઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણું માગણી કરી, તો પણ પિતાની સ્ત્રીને વિષે મોહ હેવાથી ગંગદતે તેને “હારા સગાવહાલાઓએ જ તે રત્ન ચાર્યું છે,” એમ કહી છેટું આળ દીધું. પછી શેઠની સ્ત્રી બહુ દિલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી યંતર થઈ. મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થશે. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાખ્યા. હમણું રત્નને હાર હરણ કર્યો. હજી પણ સર્વસ્વ હરણ કરશે અને ઘણા ભવ સુધી વેરને બદલે વાળશે. અરે રે ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસદા આવે છે? આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી સમ્યગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવળી હાર બળાત્કારથી છોડાવ્યું.”
જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલે રાજા તથા ધનમિત્ર મહેટા પુત્રને પિતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ સિદ્ધ થયે. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધનસિત્રની કથા છે.
महझण्हे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति मुंजित्ता ॥
पच्चरकाइ अ गोअत्थअंतिए कुणइ सज्झायं ॥८॥ - મધ્યાન્હ પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વિગેરે જેટલા પદાર્થ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org