SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૨]. • શ્રાવિવિ I હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઈ જાણત નથી, તે બેશરમ શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે? જે માણસ પિતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભેગવવું, પહેરવું, બોલવું, એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણ. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી. વ્યવહાર શુદ્ધિ ઉપર ધનમિત્રની કથા. વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે છત છે – વિનયપુર નગરમાં ધનવાન એ વસુભદ્રાને ધનમિત્ર નામને પુત્ર હતા. નાનપણમાં તેના માતપિતા મરણ પામવાથી તે ઘણે દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણે દરિદ્ધી થયો. તરૂણ અવસ્થામાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઈને ધન મેળવવા માટે પરદેશ ગયે. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તે પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ, ગજપુર નગરમાં કેવળી ભગવાનને પોતાનો પૂર્વભવ પૂછયે. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણ એ ગંગદત્ત નામને ગૃહપતિ રહેતા હતા. તે ઘણે મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કોઈને લાભ થતું હોય તે તેમાં પણ અંતરાય કરતે હતે. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયે. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળે. તે પુણ્યથી હે ધનમિત્ર! તું ધનવાન વણિકને પુત્ર થયે અને અમને મળે. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયે. જે જે રીતે કર્મ કરાય છે, તે જ તેના કરતાં હજારગણું તેજ રીતે ભોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું.” કેવળીના એવા વચનથી પ્રતિબંધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચર, એ અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ ભકિતથી પૂજા કરતા હતા. તથા બીજા, ત્રીજા વગેરે પહેરમાં દેશવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોકત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતે. તેથી તેને નિર્વાહ જેટલું સુખે મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધર્મને વિષે દઢતા થઈ તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યા. આગળ જતાં ધનમિત્ર જૂદા ઘરમાં રહ્યો અને ધર્મિષ્ટ જાણને કઈ શેઠે તેને પોતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોને સમુદાય વગડામાં જવા નીકળે ત્યારે ગોળ, તેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy