SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૮૨ ] શત્રુને એક વાર વધારીને પછી તેને તદ્દન નાશ કરે છે, કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારે કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે, તેમ બુદ્ધિશાળી પુરુષે સર્વવ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ અ૫ દાન કરીને પ્રસન્ન કરે છે. લેક પગમાં ભાંગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાંખે છે, તેમ ડાહ્યો પુરુષ એક તીણ શત્રુથી બીજા તીક્ષણ શત્રુને જીતી શકે છે. જેમ અષ્ટાપદ પક્ષી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પોતાનું અંગ ભાંગી નાંખે છે, તેમ પિતાની તથા શત્રુની શક્તિને વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવર્ણ સૂત્રથી કૃષ્ણ સને નીચે પાડ્યો, તેમ ડાહ્યા પુરુષે બળથી નહી થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. નખવાળા અને શીંગડાવાળા જાનવર, નદીઓ, શસ્ત્રધારી પુરુષ, સ્ત્રીઓ અને રાજાઓ એમને વિશ્વાસ કઈ કાળે કરવો નહીં. પશુ અને પંખીઓથી લેવાનાં ગુણે. સિંહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણે લેવી. સિંહ જેમ સર્વ શક્તિવડે એક ફાળ મારી પિતાનું કામ સાધે છે તેમ ડાહ્યા પુરુષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. બગલાની પેઠે અર્થને વિચાર કરે, સિંહની પેઠે પરાક્રમ કરવું, વરુની માફક લૂંટવું, અને સસલાની પેઠે નાસી જવું. ૧ સૌના પહેલાં ઊઠવું, ૨ લઢવું, ૩ બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભેગવવી, એ ચાર શિખામણે કૂકડા પાસેથી લેવી. ૧ એકાંતમાં સ્ત્રીસંગ કરે, ૨ પિઠાઈ રાખવી, ૩ અવસર આવે ઘર બાંધવું, ૪ પ્રમાદ ન કરે અને ૫ કેઈ ઉપર વિશ્વાસ ન રાખવો, એ પાંચ શિખામણે કાગડા પાસેથી લેવી. ૧ મરજી માફક ભોજન કરવું, ૨ અવસરે અલ્પ માત્રમાં સંતેષ રાખ, ૩ સુખે નિદ્રા લેવી, ૪ સહજમાં જાગૃત થવું, ૫ સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬ શૂરવીર રહેવું એ છ શીખામણે કૂતરા પાસેથી લેવી. ૧ ઉપાડેલે ભાર વહે, ૨ તાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩ હમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શિખામણે ગધેડા પાસેથી લેવી. ” આ વગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે સમ્યક પ્રકારે વિચાર કર. કહ્યું છે કે-જે માણસ હિત કર્યું? અહિત કયું? ઉચિત વાત કઈ ? અનુચિત કઈ? વસ્તુ કઈ ? અવસ્તુ કઈ ? એ પિતે જાણું શકતો નથી, તે શિંગડા વિનાને પશુ, સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણું કરવામાં, રહેવામાં પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શોભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy