SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૦ ] भारविधिप्रकरण । કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વા જુદાં જુદાં રાખવાં. બલવાની તથા હાથપગની ચપળતા, અતિશય એજન, શા ઉપર દીવો, તથા અધમ પુરૂષની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં. નાક ખેતરવું નહીં, પોતે પિતાનાં પગરખાં ન ઉપાડવા, માથે ભાર ન ઉપાડવો, તથા વરસાદ વરસતે હોય ત્યારે દેડવું નહીં. પાત્ર ભાંગે તે પ્રાયે કલહ થાય છે, અને ખાટ ભાંગે તે વાહનનો ક્ષય થાય. જ્યાં શ્વાન અને કૂકડે વસતા હોય ત્યાં પિતરાઈઓ પોતાનો પિંડ લેતા નથી. ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલા સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી જમવું. હે પાંડવ ! શ્રેષ્ઠ ગાય, બળદ આદિ ઘરમાં બંધમાં રાખી તથા જેનારા માણસોને કાંઈક ભાગ ન આપી પોતે જ એકલે જે માણસ ભજન કરે, તે કેવળ પાપ ભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પોતાની જ્ઞાતિને ઘરડે થએલો માણસ અને પોતાનો દરિદ્ધી થએલો મિત્ર એમને ઘરમાં રાખવા. ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવે, કારણ કે, સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થોડું ખરચી દાણાને બચાવ કરે એમાં જ ડહાપણું છે. લેણું, દેણું તથા બીજાં કર્તવ્ય કર્મ જે સમયે કરવાં જોઈએ, તે સમયે જે શીવ્ર ન કરાય તે તેની અંદર રહેલે રસ કાળ ચૂસી છે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ દોષની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહીં. હે અર્જુન ! વગર બેલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે, તથા ન આપેલા આસને પોતે જ બેસે, તે પુરુષ અધમ જાણ. અંગમાં શક્તિ નહીં છતાં કોપ કરે, નિર્ધન છતાં ધનને વાંછે, અને પોતે નિર્ગુણ છતાં ગુણનો હેષ કરે, એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા. માતાપિતાનું પિષણ ન કરનાર, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મૃત પુરુષ નું શભ્યાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. કેઈ કાળે પાછી ન જાય એવી લક્ષમીની ઈચ્છા કરનાર પુરુષે પિતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની પેઠે નગ્ન થવું, પણ સપની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનાર પુરુષ અવસર આવે અનુક્રમે ફરીથી મહેદી લક્ષમી પેદા કરે છે, પણ સર્પની પેઠે ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા ગ્ય થાય છે. બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગને સંકેચ કરી તાડનાઓ સહન કરી, અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લેકે હોય તે પણ તેમને બલિષ્ટ લેકે ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામે પવન હોય તે પણ એક જથામાં રહેલી વેલડીઓને તે કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતે નથી. વિદ્વાન પુરુષે Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy