________________
-
[ ૭૪ ]
આવિધિના
પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું, આસનાદિકને માટે નિમંત્રણ કરવું, ક્યા કારણથી આવવું થયું ? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે
ગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લેકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રેગી વગેરે દુઃખી લેકે ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા. એ ધર્મ સર્વ દર્શનીઓને સમ્મત છે. અહિં શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે-જે માણસે ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષમ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માથી લકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે,-સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવે, દેષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રુચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે. સમુદ્રો પિતાની મર્યાદા મૂક્તા નથી, પર્વતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો પણ કઈ વખતે ઉચિત આચરણે છોડતા નથી, માટે જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાના સંબંધમાં અભ્યસ્થાન (મહેટા પુરુષ આવે ત્યારે આદરથી ઊભું રહેવું ) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું.
અવસરચિત વચનથી થતે લાભ.
અવસરે કહેલાં યેગ્ય વચનથી ઘણે લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરોડ મૂલ્યના મેતીના ભરેલા છ મૂડા, એકેક તોલમાં ચૌદ ભાર જેટલો એવા ધનના બત્રીશ કુંભ, શૃંગારના રત્નજડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને નાગાપિતામર્દુ એ બિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચોવીશ સારા જાતિવંત અશ્વ વગેરે ત્રાદ્ધિ આપી. ત્યારે આંબડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ ઋદ્ધિ યાચક જનને આપી. એ વાતની રાજ પાસે કેઈએ ચાડી ખાધી ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આંબડ મંત્રીને કહ્યું કે, “કેમ તું હારા કરતાં પણ વધારે દાન આપે છે?” આંબડે કહ્યું, “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તે અઢાર દેશના ધણી છે, એમાં આપ તરફથી પિતાજીને કાંઈ અવિનય થએલે ગણાય?” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈ આંબડને રાજપુત્ર એવો કિતાબ અને પૂર્વે આપી હતી તે કરતાં બમણું
દ્ધિ આપી. ગ્રંથાંતરમાં કહ્યું છે કે,–દાન દેતાં, ગમન કરતાં, સૂતાં, બેસતાં, ભેજન પાન કરતાં, બેલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર હોય તેજ તે મહારસમય લાગે છે માટે સમયને જાણ પુરુષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમકે એક તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org