________________
प्रथम दिन-छत्यप्रकाश ।
[ ૨૭]
એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા ક્રોડ ગુણ છે. એક ઉચિત આચરણ ન હેય તે સર્વ ગુણનો સમુદાય ઝેર માફક છે, માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડી દેવું. તેમજ જે આચરવાથી પિતાની મૂર્ણમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લોકિક શાસ્ત્રમાં કહ્યું છે, તે ઉપકારનું કારણ હોવાથી અહિં દેખાડીએ છીએ.
મૂર્ખનાં સે લક્ષણ “રાજા! સો મૂર્ખ ક્યા? તે સાંભળ, અને તે તે મૂર્ણપણાનાં કારણ મૂક. તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની પેઠે શોભા પામીશ. ૧ છતી શક્તિએ ઉદ્યમ ન કરે, ૨ પંડિતેની સભામાં પિતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, ૬ ખેતી આદિ લાભના સાધનોથી લાભ થશે કે નહીં? એ શક રાખે, ૭ બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે, ૮ વણિક થઈ એકાંતવાસ કરવામાં રુચિ રાખે, ૯ માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦ પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્ત્રીને ભર થઈ ઈષ્ય રાખે, ૧૪ શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, ૧૬ અભણ છતાં હેટા સ્વરથી કવિતા બેલે, ૧૭ અવસર નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮ બોલવાને અવસર આવે મૌન રાખે, ૧૯ લાભને અવસરે કલહ-કલેશ કરે, ૨૦ જનને સમયે ક્રોધ કરે, ૨૧ મહેટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ બોલવામાં કિલણ એવા સંસકૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, ૨૫ સ્ત્રીની સાથે ટટે થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ર૭ કામી પુરુષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ર૯ પિતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે, ૩૦ અમારું હોટું યુદ્ધ એવા અહં. કારથી કેઈની ચાકરી ન કરે, ૩૧ દુર્લભ એવું દ્રવ્ય આપીને કામગ સેવે, ૩ર મૂલ્ય આપને ખરાબ માગે જાય, ૩૩ રાજા ભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫ કાયસ્થને વિષે નેહની આશા રાખે, ૩૬ મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, ૩૭ કૃતઘ પાસે ઉપકારના બદલાની આશા રાખે, ૩૮ અરસિક પુરુષ આગળ પિતાના ગુણ જાહેર કરે, ૩૯ શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, ૪૦ રેગી છતાં પરેજી ન પાળે, ૪૧ લેભથી વજનને છોડી દે, ૪૨ મિત્રના મનસથી રાગ ઉતરી જાય એવાં વચન બેલે, ૪૩ લાભને અવસર આવે આળસ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org