________________
[ ૨૬૬ ].
श्रादविधिप्रकरण ।
અથે લાકડાં લાવવા જંગલમાં ગયે. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી, તે પણ તે સાહસથી તોડવા લાગ્યું. ત્યારે વ્યંતરે કાળીને કહ્યું “વર માગ” તે કાળીના ઘરમાં તેની સ્ત્રીનું જોર હેવાથી તે સ્ત્રીને પૂછવા ગયે. માર્ગમાં તેને એક (ઘાંયજો) દસ્ત મળ્યો, તેણે કહ્યું, “તું રાજ્ય માગ.” તે પણ તેણે સ્ત્રીને પૂછયું. શ્રી તુછ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું કે
- “પુરુષ લક્ષમીના લાભથી ઘણે વધી જાય ત્યારે પિતાના જૂના દોસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે એમ વિચારી તેણે ભતરને કહ્યું કે, “ઘણું દુઃખદાયી રાજ્યને લઈને શું કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક માગ એટલે હારાથી બે વસ્ત્ર સાથે વણાશે. ” પછી કળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું અને વ્યંતરે આપ્યું. પણ લકોએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનાર તે કળીને રાક્ષસ સમજી લાકડાથી અને પથ્થરથી મારી નાંખે. અર્થાત-જેને પોતાને અક્કલ નથી, તથા જે મિત્રનું કહેવું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથર કેળીની પેઠે નાશ પામે ઉપર કહેલે પ્રકાર કવચિત્ બને છે, માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તો તેની સલાહ લેવાથી ઉલટે ઘણું ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ તેજપાલનું દષ્ટાંત જાણવું.
સારા કુળમાં પેદા થએલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણ કરવામાં તત્પર, પોતાની સાધાર્મિક અને પોતાનાં સગાં વહાલાંમાં આવેલી એવી સ્ત્રીઓની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે પ્રીતિ કરવાનું કારણ એ છે કે-ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. સ્ત્રીને રાગાદિક થાય તે તેની ઉપેક્ષા પુરૂષ ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદી ધર્મકૃત્યોમાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણ કે પુરૂષ સ્ત્રીના પુયને ભાગ લેનારે છે, તથા ધર્મકૃત્ય કરાવવું એજ પરમ ઉપકાર છે. પુરૂષનું સ્ત્રીના સંબંધમાં આ વિગેરે ઉચિત આચરણ પ્રાચે જાણવું.
પુત્રનું ઉચિત હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પોષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલનપાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કલામાં કુશળ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલનપાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જે
સંકડાએલું અને દુર્બળ રહે તો તે કોઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org