________________
પ્રથમ વિન-ચકા
[ ૨૨ ]
સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી મરણને સમય આવે મરણ પામી કઈ દેવલોકને વિષે દેવતાપણે પેદા થાય. પછી તે દેવતા પિતાના તે ધર્માચાર્યને જે દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાલ જંગલમાંથી પાર ઉતારે, અથવા કઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તે પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય, તે પણ તે પુરૂષ કેવળિભાષિત ધર્મથી ભ્રષ્ટ થએલા તે પોતાના ધર્માચાર્યને કેવળિભાષિત ધર્મ કહી સમજાવી, અંતર્ભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય, તો જ તે પુરૂષથી તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી શકાય.”
માતપિતાની સેવા કરવા ઉપર, પિતાના આંધળા માબાપને કાવડમાં બેસારી કાવડ પિતે ઉપાડી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાના પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિત સૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થએ તે પણ માબાપને પ્રતિબંધ થાય ત્યાં સુધી નિરવા વૃત્તિએ ઘરમાં રહેલા કુપુત્રનું દષ્ટાંત જાણવું. પિતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કઈ મિથ્યાત્વી શ્રેણીના મુનીમપણુથી પોતે માટે શેઠ થએલે, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થએલા તે મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને હાટે શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દાંત જાણવું. પિતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વિગેરે પ્રમાદમાં પડેલા સેલકાચાર્યને બેધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની પિઠેજ સમજવું.
માતાના ઉચિતની વિશેષતા. હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા ગ્ય છે તે કહે છે.
માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે. છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે અને સ્ત્રીને સ્વભાવ એવો હોય છે કે, નજીવી બાબતમાં તે - પિતાનું અપમાન થયું એમ માની લે છે. માતા પિતાના મનમાં સ્ત્રીસ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાજી કરતાં પણ વધારે ચાલવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ કહ્યું છે કે-ઉપાધ્યાયથી દસગણે શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સોગ શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજારગણું શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરૂષ સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂષ ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે અને સારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org