________________
[ ૨૬૦ ]
વગેરે જે ઈચ્છા થાય તે ધર્મ મને રથ કહેવાય છે. પિતાના ધર્મ મનોરથ ઘણા જ આદરથી પૂર્ણ કરવા, કેમકે, આ લેકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રનું એ કર્તવ્ય જ છે. કેઈ પણ રીતે જેમના ઉપકારને માથે રહેલો ભાગ ઉતારી શકાય નહીં, એવા માબાપ વગેરે ગુરુજનેને કેવલિભાષિત સદ્ધર્મને વિષે જેડ્યા વિના બીજે ઉપકારને ભાર હલકો કરવાને ઉપાય જ નથી. શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે, ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે.
માતાપિતાદિના ઉપકારને બદલે. તે આ રીતે– માબાપના, ૨ ધણીના અને ૩ ધર્માચાર્યના.
કોઈ પુરુષ જાવાજજીવ સુધી પ્રભાત કાળમાં પોતાના માબાપને શતપાક તથા સહસપાક તેલવડે અત્યંગન કરે, સુગંધી પીઠી ચોળે, ગંદક, ઉષ્ણદક, અને શીતદક એ ત્રણ જાતના પાણીથી ન્હાવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશોભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહીત મનગમતું અન્ન જમાડે, અને જાવાજજીવ પિતાના ખભા ઉપર ધારણ કરે તે પણ તેનાથી પિતાનાં માબાપના ઉપકારનો બદલો વાળી ન શકાય, પરંતુ જે તે પુરુષ પોતાનાં માબાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તર ભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય તો જ તે પુરુષથી પિતાનાં માબાપના ઉપકારને બદલે વાળી શકાય.
સ્વામિના ઉપકારને બદલે. કોઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્ધી માણસને ધન વગેરે આપીને સારી આવસ્થામાં લાવે, અને તે માણસ સારી અવસ્થામાં આવ્યું તે વખતની પેઠે તે પછી પણ ઘણું ભેગ્ય વસ્તુના સંગ્રહને ભેગવનારે એવો રહે. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પિતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતા તે માણસ પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણને જે સર્વસ્વ આપે, તો પણ તેનાથી તે ધણના ઉપકારને બદલે વાળી શકાય નહીં, પરંતુ જે તે માણસ પિતાના ધણીને કેવલિભાષિત ધર્મ કહી, સમજાવી અને અંતભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય, તે જ તેનાથી ધણુના ઉપકારનો બદલે વાળી શકાય.
ધર્માચાર્યના ઉપકારને બદલે. કોઈ પુરૂષ સિધ્ધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org