________________
[ ૨૧૪ ]
श्राद्धविधिप्रकरण ।
મારી નાંખ્યું અને સુખે વલ્લભોપુરના ભંગ કર્યો. કહ્યું છે કે—વિક્રમ સંવત ૩૭૫ વરસ ગયા પછી વલ્લભીપુર ભાંગ્યુ. રકશ્રેણીએ માગલેને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રકશ્રેણીના સંબંધ કહ્યો.
વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ,
અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારૂ ઉદ્યમ કરવા. કેમકે—સાધુઓના વિહાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પશુ ગૃહસ્થનેા તે માત્ર એક વ્યવહારજ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હૈાય તેા સવે ધમ કૃત્યા સફળ થાય છે. નિકૃત્યકારે કહ્યું છે કે,-વ્યવહાર શુદ્ધ રાખવા એ ધર્મનુ મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હાય તેા તેથી મેળવેલું ધન યુદ્ધ ડાય છે. ધન યુદ્ધ હાય તા આહાર શુદ્ધ હૈાય છે. આહાર યુદ્ધ હાય તે દૈતુ શુદ્ધ હૈાય છે, અને દેહ શુદ્ધ હાય તા માણુસ ધ કૃત્ય કરવાને ઉચિત થાય છે; તથા તે માણસ જે જે કાંઇ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ થાય છે. પરંતુ વ્યવહાર શુદ્ધ ન હાય તેા, માણસ જે જે કાંઇ કૃત્ય કરે તે સ તેનું નકામું છે. કેમકે, વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, અને ધર્મની નિ ંદા કરાવનાર માણસ પેાતાને તથા પરને અતિશય દુર્લભમેાધિ કરે છે, એમ સૂત્રમાં કહ્યું છે. માટે વિચક્ષણુ પુરૂષ બની શકે તેટલે પ્રયત્ન કરી એવાં કૃત્યા કરવાં કે, જેથી મૂખજના ધર્મન નિંદા કરે નહીં, લેાકમાં પણ આહાર માફ્ક શરીરપ્રકૃતિ ખંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પેાતાની માલ્યાવસ્થામાં લેશનું દૂધ પીનારા ઘેાડાએ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘેાડાએ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણુ આદિ અવસ્થામાં જેવા આહાર ભાગવે છે, તેવી તેમની પ્રકૃતિ ખોંધાય છે માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારા પ્રયત્ન કરવા. આ રીતે વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ કહ્યું છે.
દેશિવરૂદ્ધ.
વળી દેશાદિ વિરૂદ્ધ વાતને ત્યાગ કરવા. એટલે જે વાત દેશિવરૂદ્ધ (દેશની રૂઢીને મળતી ન આવે એવી ) અથવા સમયને અનુસરતી નહાય એવી કિવા રાજાદિકને ન ગમે એવી હાય, તે છેાડી દેવી. હિતેાપદેશમાળામાં કહ્યુ` છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લાક તથા ધર્મ એટલામાં કાઇને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જો વ, તે તે સમતિ અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવા એ દેશિવરૂદ્ધ છે. બીજુ પણ જે દેશમાં શિષ્ટ લેાકેાએ જે વજ્જુ હાય તે તે દેશમાં દેશિવરૂદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને અનુચિત હાય તે દેશ વિરુદ્ધ કહેવાય, જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું, તથા તલ, વાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org