________________
પ્રથમ હિન-જૂચ
.
[ ૨૨ ]
• એક વખતે કોઈ પર્વ આવે કાકૂયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હેવાથી ચુલા ઉપર તાવડી મૂકી. તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું હતું. અગ્નિને સંગ થતાં જ તે તાવડી સુવર્ણમય થએલી જેઈ કાયાકે નિશ્ચયથી જાણયું કે, “આ તુંબડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સારી વસ્તુ અને તે તુંબડી બીજે કોઈ સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું, અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહ્યો. ત્યાં રહેતાં છતાં એક સ્ત્રી ઘી વેચવા આવી. તેનું ઘી તળી લેતાં કાકૂયાની નજરમાં એમ આવ્યું કે, “ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી.” તે ઉપરથી કોકૂયાકે નિશ્ચય કર્યો કે, “એ પાત્રની નીચે ઉઢાણું છે, તે કાળી ચિત્રવેલીની છે.” પછી તેણે કઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી. આ રીતે જ ક્યુટ કરી તેણે ખેટાં ત્રાજવાંથી અને બેટા માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હેવાથી તેવા વ્યાપારમાં પણ રંકશ્રેણીને ઘણુ ધનને લાભ થશે. એક સમયે કઈ સુવર્ણસિદ્ધિ કરનાર પુરુષ તેને મળે ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રંક શ્રેષ્ઠી કેટલાક કરોડો ધનને માલીક થ. પિતાનું ધન કેઈ તીથે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાને પાર વિનાને અહંકાર એવા કારણથી રંકશ્રેષ્ઠીએ, સર્વ લેકેને ઊખેડી નાંખ્યા, નવા નવા કર વધારવા, બીજા ધનવાન લોકોની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવાં વગેરે દુર્ણ કામ કરી પિતાની લક્ષમી લોકોને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી.
એક સમયે રંકશ્રેણીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હોવાથી રાજાએ પિતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રોષ કરી રંકથી લેકેના રાજ્યમાં ગયે, અને ત્યાં કોડે સેનયા ખરચી મોગલ લેકેને વલ્લભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યા. મોગલોએ વલ્લભી. પુરના રાજ્યના તાબાને દેશ ભાંગી નાંખે, ત્યારે રંકષ્ટીએ સૂર્યમંડળથી આવેલા અવના રખવાળ લેકેને છાનું દ્રવ્ય આપી તેમને ફેડી કપટક્રિયાને પ્રપંચ કરાવ્યો. પૂર્વે વલભીપુરમાં એવો નિયમ હતું કે –સંગ્રામને પ્રવેશ આવે એટલે રાજા સૂર્યને વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે, અને પછી પહેલેથી જ તે કામ માટે કરાવી રાખેલા લેકે પંચવાજિંત્રો વગાડે, એટલે તે ઘેડે આકાશમાં ઊડી જાય. પછી ઘોડા ઉપર સ્વાર થયેલ રાજા શત્રુઓને હણે, અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘોડો પાછો સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રંકષ્ટીએ પંચવાજિંત્રો વગાડનાર લેકેને ફેડયા હતા, તેથી તેમણે રાજા ઘોડા ઉપર ચઢયા પહેલાં જ પંચવાજિંત્રો વગાડયો. એટલે ઘેડો આકાશમાં ઊડી ગયે. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂર્યું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org