________________
[ ર૪૬ ]
श्राद्धविधिप्रकरण ।
અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખથી આસક્ત થયેલો કે માણસ આપદામાં નથી પડતો? જે માણસ વિષયસુખને વિષે ઘણી આસકિત રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોકો ભેગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપનો ભાગી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તો સાધુ મુનિરાજને ધર્મ છે, પણ ગૃહસ્થનો નથી. ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપ જાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું, કારણ કે-બીજછ (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર ) કણબીની પેઠે અધાર્મિક પુરુષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી સોમનીતિમાં પણ કહ્યું છે કે–જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લેકનું સુખ ભોગવે તે જ સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું અને અનું સેવન કરનારને સંસારી સુખને લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થએલા, મૂળભેજી (મૂળને ખાઈ જનાર ) અને કુપણ એ ત્રણે પુરૂષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે.
જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન મળે તેટલું વિષય સુખને અર્થે જ ખરશે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસકત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજજ કહેવાય અને જે માણસ પિતાના જીવને, કુટુંબને તથા સેવક વર્ગને દુઃખ દઈને દ્રવ્યને સંગ્રહ કરે, પણ ગ્ય-જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કૃપણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસકત થએલા અને મૂળજી એ બંને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતાં નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલ દ્રવ્યનો સંગ્રહ પારકે કહેવાય છે રાજા, ભાયાત, ભૂમિ, ચાર દિ લેકે કૃષણના ધનના ધણી થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે–જે ધનને ભાંડુ ઈચ્છ, ચોર લૂંટે, કાંઈ છળભેદ કરી રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તો યક્ષ હરણ કરે, પુત્રે દુરાચારી હોય તો બલાત્કારથી છેટે માર્ગો ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પિતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડિઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપગમાં જ આવે છે, માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વ કર્મના ચેગથી તેમ થાય, ત્યારે ઉત્તરેથી બાધા થાય તે પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું. તે આ રીતે – કામને બાધા થાય તે પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું કારણ, કે ધર્મ અને
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only