________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ર૪૭ ]
અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ-ઈચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે–ગમે તે કોપરીમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતું હોય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું મોટો ધનવાન છું. ” કારણ કે, ધર્મ તે જ પુરુષનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી.
આવક મુજબ ખર્ચનું પ્રમાણ દ્વવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –જેટલી નાણાંની પેદાશ હેય તેના ચેથા ભાગનો સંચય કરે; બીજે ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડ, ત્રીજે ચોથો ભાગ ધર્મકૃત્યમાં તથા પિતાના ઉપગમાં લગાડ અને ચોથે ચતુર્થ ભાગ કુટુંબના પિષણને અર્થે ખરી. કેટલાક એમ કહે છે કે – પ્રાપ્તિને અર્થો અથવા તે કરતાં પણ અધિક ભાગ ધકૃત્યમાં વાપરવો અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં, કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે.
કેટલાક લોકો કહે છે કે–ઉપર આપેલાં બે વચનેમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષમી કેને વલભ નથી ? પણ અવસર આવે પુરુષે તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશનો ફેલાવ કર હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરવો હોય, ૭ શત્રુને ક્ષય કરેલ હોય અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય તો ડાહ્યા પુરુષે (એ આઠ કૃમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણું (પિકાને ચે ભાગ) પણ ખોટે ભાગે જાય તે એક હજાર સેનયા ગયા એમ સમજે છે, તે જ પુરુષ યોગ્ય અવસર આવે, જે ક્રોડ ધનનું છુટા હાથથી ખરચ કરે, તે લક્ષમી તેને કોઈ વખતે પણ છોડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે –
નવી વહુનું દૃષ્ટાંત. એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પિતાના સસરાને | દીવામાંથી નીચે પડેલારે તેલના છાંટાવડે પગરખાને ચેપડતાં જોયે. તે જોઈને તે મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org