________________
प्रथम दिन कृत्यप्रकाश ।
[ ૨૪ ]
આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, “એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે અને કેટલું બાકી રાખ્યું છે?”
દ્રવ્યોપાર્જનને યત્ન નિરંતર કરે. દ્રવ્ય ઉપાર્જન કરવાને પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કરે, કેમકે–વણિક, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગારા, બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લક્ષમી મળવાથી ઉદ્યમ છોડી ન દે. માઘ કવિએ કહ્યું છે કે-જે પુરુષ થોડા પૈસા મળવાથી પિતાને સારી સ્થિતિમાં આવેલો માને, તેનું દેવ પણ પિતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી એમ મને લાગે છે.
અતિલોભ પણ ન કરે. અતિ લોભ પણ ન કરવો. લેકમાં પણ કહ્યું છે કે-અતિ લોભ ન કરે. તથા લેભને સમૂળ ત્યાગ પણ ન કરવો. અતિ લેભને વશ થએલે સાગરકી સમુદ્રમાં બડીને મરણ પામે.
હદ વિનાની ઈચ્છા જેટલું ધન કેઈને પણ મળવાનો સંભવ નથી. રંક પુરુષ ચક્રવર્તિપણું વગેરે ઉચ્ચ પદવીની ઈચ્છા કરે, તે પણ તે તેને કઈ વખતે મળવાનું નથી, ભેજન, વસ્ત્ર આદિ તે ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે-ઈચ્છા માફક ફળ મેળવનાર પુરુષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા કરવી. લેકમાં પણ પરિમિત (પ્રમાણવાળી) વસ્તુ માગે તે મળે છે અને અપરિમિત ( પ્રમાણુ વિનાની ) માગે તો મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવી. જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક ને અધિકજ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુને લાભ ન થવાથી હંમેશાં દુખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં કોડપતિ થવાને અર્થે અહેનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેણીનાં તથા એવાં જ બીજા દાંત અહિં જાણવા. વળી કહ્યું છે કે–માણસોના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાને દાસ થયા તે ત્રણે જગતનો દાસ સમજે, અને જેણે આશાને પિતાની દાસી કરી તેણે ત્રણે જગતને પિતાના દાસ કર્યા.
ધર્મ, અર્થ અને કામનું સેવન.
ગૃહસ્થ પુરુષે ધર્મ અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે-ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષ અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે તેમાં જંગલી હાથીની પેઠે ધર્મને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org