SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિના ચાવીરા [ ૨૪૩ ] બુદ્ધિમાન પુરુષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરવો અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં વિવેકી પુરુષે પોતાની પાસે સાધન ન હોય તો જળના અને સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી તથા ઊંડું જળ એટલાં વાનાનું ઉલ્લંઘન ન કરવું. જેમાં ઘણાખરા લેકે ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય, તે સમુદાય પિતાનો સ્વાર્થ ખોઈ બેસે છે. જેમાંના સર્વે લોક નાયકપણું ધરાવે છે, સર્વે પિતાને પંડિત માને છે અને મોટાઈ ઈચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. જ્યાં બંદીવાનને તથા ફાંસીની શિક્ષા પામેલા લેકેને રાખતા હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પોતાનો અનાદર થતો હોય ત્યાં તથા કેઈના ખજાનામાં અને અંત:પુરમાં ગમન ન કરવું, જાણુ પુરુષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઉટું, ફતરા તથા જ્યાં સૂકું ઘાસ ઘણું પથરાયેલું હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુઃખ થાય, તથા જ્યાં કચરો નંખાતો હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષને અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીને તથા કૂવાનો કાંઠે અને જયાં ભસ્મ, કોયલા, વાળ અને માથાની ખોપરીઓ પડેલી હોય એટલી જગ્યાએ ઘણીવાર ઊભા ન રહેવું, ઘણે પરિશ્રમ થાય તો પણ જે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. કલેશને વશ થએલે પુરુષ પુરુષાર્થના ફળરૂપ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતા નથી. સત્કાર્યોના મનોરથ કરવા જોઈએ. માણસ છેક આડંબર રહિત હોય તો તેને જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કઈ પણ સ્થળે વિશેષ આડંબર છેડો નહીં. વિવેકી પુરુષે પરદેશ ગયા પછી પિતાની યોગ્યતા માફક સર્વાગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી, કારણ કે તેમ કરવાથી જ મહેટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાનો સંભવ છે. પરદેશે, બહુ લાભ થાય તો પણ ઘણા કાળ સુધી ન રહેવું, કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દેષ ઉત્પન્ન થાય છે. કોઇ શ્રેષ્ટિ આદિની પેઠે લેવા વેચવા આ દે કાર્યના આરંભમાં, વિઘનો નાશ અને ઈચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગૌતમાદિકનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવના, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વ કાર્ય સફળ થાય છે. ધનનું ઉપાજન કરવાને અ જેને આરંભસમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મકૃત્યના નિત્ય મહાટા મનોરથ કરવા કહ્યું છે કે–વિચારવાળા પુરુષે નિત્ય મહટ હેટા મારથ કરવા, કારણ કે પોતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલે યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલે સંક૯પ પણ નિષ્ફળ જતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy