________________
[ ૨૪૨ ]
श्राद्धविधिप्रकरण ।
પુરુષોનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી, કોઈને તાડના કરી તથા બાળકને
વરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જે પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યું હોય તે તે કરીને જવું. કહ્યું છે કે-ઉત્સવ, જન, હોટું પર્વ તથા બીજાં પણ સર્વ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય છે અને પિતાની સ્ત્રી રજસ્વલા હોય તો પરગામે ગમન ન કરવું. એમજ બીજી વાતને પણ શાસ્ત્રાનુસારથી વિચાર કરે. વળી કહ્યું છે કેદૂધનું ભક્ષણ, સ્ત્રીસંગ, સ્નાન, પિતાની સ્ત્રીને તાડના, વમન તથા થુંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શકુન થતાં ન હોય તે પરગામે ન જવું. પિતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુને પગ આગળ મૂકો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણુ પુરુષે માર્ગે જતાં સામાં આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહ્મણ, અંધ, ગાય, પૂજ્ય પુરુષ, રાજા, ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હેવાથી નમી ગએલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પોતે જવું. પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા એગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલ ઉવટણું, સ્નાનનું ઉદક, રુધિર અને મડદુ એટલાં વાનાં ઉલ્લંઘીને ગમન ન કરવું. થંક, લેમ, વિષ્ટા, મૂત્ર, પ્રજ્વલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરુષે કેઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી પુરુષે નદીના કાંઠા સુધી, ગાયે બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું.
કલ્યાણના અથી પુરુષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણુ પુરુષે એકલા અજાણ્યા માણસોની સાથે અથવા દાસની સાથે ગમન ન કરવું. તથા મધ્યાહ્ન સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માગે ગમન ન કરવું. કર પુરુષ, રખવાળ, ચાડીયા, કારુ લેક અને અયોગ્ય મિત્ર એટલાની સાથે ઘણી વાતો ન કરવી. તથા અકાળે એમની સાથે કયાંય પણ ગમન ન કરવું. લક્ષમીની ઈચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે તેટલે થાક લાગે તે પણ પાડા, ગર્દભ અને ગાય એમની ઉપર બેસવું નહિ. માણસે માર્ગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરુષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું. મુકામ કર્યો હોય ત્યાં ઘણી નિદ્રા ન લેવી. તથા સાથે આવનારા લોકો ઉપર વિશ્વાસ ન રાખવો. સેંકડો કાર્ય હોય તે પણ કયાંય એકલા ન જવું. જુઓ-એકલા કાકીડા સરખા તિર્યંચ જીવે બ્રાહ્મણની રક્ષા કરી. એકલા માણસે કોઈ પણ માણસને ઘેર ગમન ન કરવું. કોઈના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org