________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
[ ૨૪૨ ]
એ પાંચ જણા જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. હવે જો પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતા હૈાય, તેથી પરદેશમાં વ્યાપાર કરવા પડે તા તે વ્યાપાર ન કરવા, તથા પુત્રાદિક પાસે પશુ ન કરાવવા; પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થએલા મુનિમેન પાસે વ્યાપાર ચલાવે. જો કાઇ સમયે પેાતાને પરદેશે જવુ પડે તેા સારૂ મુહૂર્ત, સારા શકુન આદિ જોઇ તથા ગુરુવંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષાની સાથેજ જવુ. અને સાથે પેાતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લેાકેા પણ લેવા અને માર્ગોમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ કરવા નહિ. તથા ઘણા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવા પડે અથવા રહેવું પડે તેા પણ આ રીતેજ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હાય તા સ લેાકાનુ વિન્ન ટળે છે. આ વિષય ઉપર દષ્ટાંત છે, તે આ રીતેઃ~~
અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દૃષ્ટાંત.
એકવીસ માણસે ચામાસામાં કોઇ ગામે જતા હતા. તેએ સંધ્યાસમયે એક મદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વે જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, “ આપણામાં કાઇ અભાગી પુરુષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દઇને પાછુ અહિં` જ આવવું. ” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઇ મંદિરમાં પાળેા પ્રવેશ કર્યા એકવીશમેા પુરુષ બહાર નીકળતા નહાતા. તેને વીશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢ્યો. ત્યારે વીસ જણા ઉપર વીજળી પડી. તેએામાં એક જ ભાગ્યશાળી હતા. આ રીતે ભાગ્યવાન પુરુષની સાથે જવા ઉપર દષ્ટાંત છે.
માટે ભાગ્યશાળી પુરુષાની સંગાથે જવું, તથા જે કાંઇ લેણદેણુ હાય, અથવા નિષિ ભાદિ રાખ્યા હાય તા તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર દિને નિત્ય જણાવવું. તેમાં પશુ પરગામ જતી વખતે તા અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તે દુĚવના ચેાગથી જો કદાચિત્ પરગામમાં અથવા માર્ગમાં પેતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને વૃથા દુઃખ ભાગવવુ પડે.
પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચને.
વિવેકી પુરુષ પરગામ જતી વખતે ધનાદિકની યથાયોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વે લેાકેાને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનાની સાથે વાત કરી વિદાય થવું. કહ્યુ છે કે-જેને જગત્માં જીવવાની ઇચ્છા હાય, તે માણસે પૂછ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org