________________
[ ૨૩૬ ]
श्राद्धविधिप्रकरण।
ઇંદ્રિયે જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે, વિનયથી ઘણા સદગુણેની પ્રાપ્તિ થાય છે, ઘણુ સદ્દગુણેથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લોકેના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પિતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલ સંગ્રહ વગેરે વાત કોઈની આગળ ખુલ્લી ન કરવી, કેમકે- જાણ પુરુષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પિતાની વસ્તુ ગુપ્ત રાખવી. કેઈ અજા માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તો, અસત્ય ન બોલવું; પણ એમ કહેવું કે, “એવા સવાલનું શું કારણ છે?” વગેરે જવાબ ભાષાસમિતિથી આપો. રાજા, ગુરુ વગેરે હેટા પુરુષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે છે, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે-મિત્રની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બોલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું અને પિતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બોલવું. સત્ય વચન એ એક માણસને હેટો આધાર છે. કારણ કે સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દષ્ટાંત સંભળાય છે, તે એ કે:
સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત. દિલ્લી નગરીમાં મહણસિંહ નામે એક શેઠ રહેતે હતો. તેની સત્યવાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહસિંહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછયું કે, “હારી પાસે કેટલું ધન છે?” ત્યારે મહણસિંહે કહ્યું કે “હું ચોપડામાં લેખ જોઈને પછી કહીશ.” એમ કહી મહણસિંહે સર્વ લેખ સમ્યક પ્રકારે જઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે, “હારી પાસે આશરે ચોરાશી લાખ ટંક હશે.” “મેં થોડું ધન સાંભળ્યું હતું અને એણે તો બહુ કહ્યું.” એમ વિચાર કરી બાદશાહ ઘણે પ્રસન્ન થયા અને તેણે મહણસિંહને પિતાનો ભંડારી બનાવ્યો.
ભીમ સેનીનું દૃષ્ટાંત. આવી જ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન છોડે એ શ્રી જગચંદ્રસૂરિને શિષ્ય ભીમ નામે સોની રહેતે હતો. એક વખતે શસ્ત્રધારી યવનેએ શ્રી મલ્લિનાથજીના મંદિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યા. ત્યારે ભીમના પુત્રોએ પોતાના પિતાજીને છોડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લેકેને ભેટશું કર્યું. યવનોએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધો.
મિત્ર કે કરે ? વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે સારુ એ એક મિત્ર કર કે જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org