________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૩૧].
દેખાય છે, તેમજ બીજા અન્યાયથી ચાલનારા લેકે પણ એવર્ય આદિ ઘણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી સુખ થાય એમ આપ કહો છો તે પ્રમાણભૂત કેમ મનાય ?
સમાધાન –ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વભવનાં કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી. પૂર્વકૃત કર્મના ચાર પ્રકાર છે. શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે-૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પાપાનુબંધી પુણ્ય, ૩ પુણ્યાનુબંધી પાપ અને ૪ પાપાનુબંધી પાપ, એવા પૂર્વકર્મના ચાર પ્રકાર છે. જિનધર્મની વિરાધના ન કરનારા જીવો ભરત ચક્રવર્તીની પેઠે સંસારમાં દુ:ખ રહિત નિરૂપમ સુખ પામે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. અજ્ઞાન કષ્ટ કરનારા જી કેણિક રાજાની પેઠે માટી અદ્ધિ તથા રોગ રહિત કાયા આદિ ધર્મ સામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તે પાપાનુબંધી પુણ્ય જાણવું. જે છ દ્રમક મુનિની પેઠે પાપના ઉદયથી દરિદ્ધી અને દુઃખી છતાં પણ લેશ માત્ર દયા આદિ હોવાથી જિનધર્મ પામે છે, તે પુણ્યાનુબંધી પા૫ જાણવું. જે છે કાલશૌકરિકની પેઠે પાપી, ઘાતકી કર્મ કરનારા, અધમી, નિર્દય, કરેલા પાપને પસ્તાવો ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તે પાપાનુબંધી પાપનું ફળ જાણવું. પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય સૃદ્ધિ અને અંતરંગ ઋદ્ધિ પણ પમાય છે. તે બે ઋદ્ધિમાં એક પણ દ્ધિ જે માણસ ન પામ્યા તેના મનુષ્યભવને ધિક્કાર થાઓ ! જે જીવો પ્રથમ શુભ પરિણામથી ધર્મકૃત્યને આરંભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખંડિત થવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં, તે જ પરભવે આપદા સહિત સંપદા પામે. આ રીતે કઈ જીવને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકમાં દુઃખ જણાતું નથી, તે પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કોઈ શક નથી. કેમકે-વ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થએલે માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે, તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પહેલા લોઢાના કાંટાની પેઠ તે માણસનો નાશ કર્યા વગર પચતી નથી, માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આ લોકમાં તથા પરલોકમાં અનર્થ પેદા થાય છે. જેથી કેઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતું હોય તે વ્યવહાર, તથા ઘર, હાટ કરાવવાં, તથા લેવા તથા તેમાં રહેવું વગેરે. સર્વ છોડવું, કારણ કે, કોઈને તાપ ઉત્પન્ન કરવાથી પિતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે-જે લેકે મૂર્ખતાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિદ્યાને અને કરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઈચ્છતા હોય, તે મૂર્ણ જાણવા.
વિવેકી પુરુષે જેમ કે આપણું ઉપર પ્રીતિ કરે તેમ પિતે વર્તવું. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org