________________
[ ૨૨૪ ]
શ્રાવિધિના
પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજું મહાપાપ. ખોટાં ત્રાજવાં તથા ખોટાં માપ વગેરે રાખવાં એ ગુપ્ત લઘુ પા૫ અને વિશ્વાસઘાત વગેરે કરવો એ ગુપ્ત મહાપાપ કહેવાય છે. જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજું લોકલજા મૂકીને કરવું તે. ગૃહસ્થ લેકે કુલાચારથી આરંભ સમારંભ કરે છે, તથા ગ્લેઝ લેકે કુળાચારથી જ હિંસા આદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું અને સાધુને વેષ પહેરી નિર્લજજ પણાથી હિંસા આદિ કરે તે જાહેર મહાપાપ જાણવું. લજજા મૂકીને કરેલા જાહેર મહાપાપથી અનંતસંસારીપણું વગેરે થાય છે, કારણ કે, જાહેર મહાપાપથી શાસનને ઉડ્ડાહ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે શેડો કર્મબંધ થાય અને જે ગુપ્ત લઘુ પાપ કરે તે તીવ્ર કર્મબંધ થાય છે. કારણકે, તેવું પાપ કરનાર માણસ અસત્ય વ્યવહાર કરે છે. મનવચન-કાયાથી અસત્ય વ્યવહાર કરવો એ ઘણું જ હોટું પાપ કહેવાય છે; અને અસત્ય વ્યવહાર કરનારા માણસ ગુપ્ત લઘુ પાપ કરે છે.
અસત્યને ત્યાગ કરનાર માણસ કઈ સમયે પણ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિર્લજજ થાય છે અને નિર્લજજ થએલો માણસ શેઠ, દસ્તક મિત્ર અને પિતાના ઉપર વિશ્વાસ રાખનારને ઘાત કરે આદિ ગુપ્ત મહાપાપ કરે છે. એ જ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે એ કે–એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ અને બીજી બાજુએ સર્વ પાતક મૂકીએ તો તે બેમાં પહેલું જ તેલમાં વધારે ઉતરશે. તેથી કોઈને ઠગ એ અસત્યમય ગુપ્ત લઘુ પાપની અંદર સમાય છે માટે કેઈને ઠગવાનું સર્વથા તજવું.
ન્યાયમાર્ગને જ અનુસરે. ન્યાયમાર્ગે ચાલવું એ જ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મહામંત્ર છે. હમણાં પણ જણાય છે કે–ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થોડું થોડું ધન ઉપાર્જન કરે, તો પણ તેઓ ધર્મસ્થાનકે નિત્ય ખરચે છે. તેમ છતાં જેમ કુવાનું પાણી નીકળે થવું, પણ કોઈ વખત બંધ પડે નહિ, તેમ તેમને પૈસો નાશ પામતો નથી. બીજા પાપકર્મ કરનારા લોકે ઘણા પૈસા પેદા કરે છે તથા બહુ ખરચ કરતા નથી, તો પણ મરુદેશનાં સરોવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકે થોડા વખતમાં નિર્ધન થાય છે, કેમકે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પોતાની ઉન્નતિ થતી નથી, પણ ઊલટો પિતાને નાશજ થાય છે. જુઓ, રહેંટના ઘડા છિદ્રથી પિતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઈને તેને જળમાં ડુબવું પડે છે. શંકા-ન્યાયવાન એવા પણ કેટલાક લોકે નિર્ધનતા આદિ દુઃખથી ઘણું પીઠાયેલા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org