________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૩૩]
ઘડો એક જ નગરમાં જઈ પહોંચે. તે ઉપરથી નંદરાજાએ શોધખોળ કરાવી પિતાના પુત્રને ઘેર આયે. ઘણું ઉપાય કર્યો, તે પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયે નહીં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યું. “જે રાજપુત્રને સાજે કરે તેને હું
હારૂં અર્ધ રાજ્ય આપીશ.” એ ઢંઢેરો પીટાવવાને રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ! હારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યું. ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે,
વિશ્વાસ રાખનારને ઠગ એમાં શી ચતુરાઈ ? તથા ખેાળામાં સૂતેલાને મારવો એમાં પણ શું પરાક્રમ ? ”
શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્ર “ વિસેમિરા” એ ચાર અક્ષરમાંથી પ્રથમ વિ મૂકે. “સેતુ ( રામે બંધાવેલી સમુદ્રની પાળ) જેવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જેવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતું નથી.” આ બીજુ વચન સાંભળી રાજપુત્રે બીજે સે અક્ષર મૂકી દીધે, “મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતજ્ઞ, ચોર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જ્યાં ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂક્યો. “રાજન ! તું રાજ પુત્રનું કલ્યાણ ઈચ્છતા હોય તે સુપાત્રે દાન આપ કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે ચોથો રા અક્ષર મૂકો. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દીવાનની પુત્રી સમાજને હતે, તેથી તેણે તેને પૂછ્યું કે, “હે બાળ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાઘની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે?” રાજાએ એમ પૂછયું ત્યારે શારદાનંદને કહ્યું કે, “હે રાજન્ ! દેવગુરુના પ્રસાદથી મારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીનો તલ જાયે તેમ આ વાત પણ હું સમજું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયા અને કહેવા લાગ્યો કે, “શું શારદાનંદન ! ” સામે હાને જવાબ મળતાં બન્નેને મેળાપ થયે, અને તેથી બને જણાને ઘણે આનંદ થર્યો. આ રીતે વિશ્વાસઘાત ઉપર દષ્ટાંત કહ્યું છે.
પાપનાં પ્રકાર, આ લેકમાં પાપ બે પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજું જાહેર. ગુપ્ત પાપ પણ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org