________________
પ્રથમ હિન-જીત્યારે
[૨૭]
ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદગુણેથી આપણું બરાબરીને, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે–રાજાનો મિત્ર તદન શકિત વિનાને હોય તે પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી વધારે શક્તિમાન હોય તો તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કેઆવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે જે અવસ્થામાં માણસનો સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા વજન પણ તેની પાસે ઊભા રહી ન શકે. હે લક્ષમણ ! આપણા કરતાં મોટા-સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ, તે આપણે કાંઈ પણ આદરસત્કાર થાય નહીં, અને તે જે આપણે ઘેર આવે તો આપણે શકિત કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુકિતવાળી છે ખરી, તે પણ કોઈ પ્રકારે જે મહેટાની સાથે પ્રીતિ થાય છે તેથી બીજાથી ન સધાય એવા આપણું કાર્યો બની શકે છે, તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે-ભાષામાં પણ કહેલું છે કે –પોતે જ સમર્થ થઈને રહેવું અગર કોઈ મોટો પિતાને હાથ કરી રાખો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાને આ ઉત્તમ ઉપાય છે.
મહેટા પુરૂષે હલકા માણસની સાથે પણ મિત્રો કરવી, કારણ કે, મોટા પુરૂષ ઉપર કઈ વખત આવે હલકા માણસ પણ સહાય કરી શકે છે. પંચાખ્યાનમાં કહ્યું છે કેબળવાનું અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. શુદ્ર જીવથી થઈ શકે એવાં કામે સવે મહટા છે કે એકત્ર થાય, તે પણ તેમનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોયજ કરી શકે,
પણ તે ખગ આદિ શસ્ત્રોથી થાય નહીં. તૃણનું કાર્ય તૃણજ કરી શકે, પણ તે હાથી { વગેરેથી થાય નહીં. તેમજ કહ્યું છે કે–તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લોઢું, સોય, ઓષધીચૂર્ણ અને કુંચી વગેરે વસ્તુઓ પોતાનું કાર્ય પોતે જ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહીં.
દુર્જનો સાથે કેવી રીતે વર્તવું? દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિયતા રાખવી. કહ્યું છે કે–મિત્રને થદ્ધ મનથી, બાંધવોને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકને દાનથી અને બીજા લોકોને દાક્ષિણ્યતાથી વશ કરવા.
કોઈ વખતે પિતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરુષોને પણ અગ્રેસર કરવા. કેમકેકોઈ સ્થળે બળ પુરુષને પણ અગ્રેસર કરીને જાણ પુરુષે વકાર્ય સાધવું. રસને ચાખ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org