________________
[ ૧૮ ]
- '
વિઘિકI
છે ? પિતાના કાર્યમાં પુત્ર, ગુરુના કાર્યમાં શિષ્ય, પતિના કાર્યમાં સ્ત્રી અને સ્વામીના કાર્યમાં સેવક, પિતાના પ્રાણને પણ તૃણ સમાન ગણે છે તે યોગ્ય જ છે.”
તે દૂતના આવા દાંભિક વચન સાંભળીને રાજા મૃગધ્વજને તેની વાત વિષે સંશય તો ઉત્પન્ન થયે, પરંતુ સરળ સ્વભાવથી એ સાચું કહે છે એમ તે વખતે માની લીધું. કેટલી દક્ષતા, સરળતા અને ગંભીરપણું ! પછી તે રાજાએ પોતાની પાસે આવતા તે ચંદ્રશેખર રાજને ચગ્ય સત્કાર કર્યો. ત્યારપછી લક્ષમી સરખી કમલમાલા સાથે વિષ્ણુની જેમ શોભતા મૃગધ્વજ રાજાએ મોટા મહોત્સવ પૂર્વક નગર–પ્રવેશ કર્યો. અને જેમ અદ્વિતીય એવી ચંદ્રકલાને મહાદેવે પિતાના ભાલસ્થળ(કપાળ)પર સ્થાપન કરી તેમ કમલમાલાને પિતાના રાજ્યસિંહાસને પોતાની પાસે પટ્ટરાણી પદે બેસાડી.
જે કે પુય જ પુત્રાદિક પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, અને પુણ્યથી જ સંગ્રામમાં રાજાને જયની પ્રાપ્તિ થાય છે. સહાય કરનારા સૈનિકે તે નિમિત્ત માત્ર છે તેમ પુત્રાદિક પ્રાપ્તિમાં મંત્ર પણ માત્ર સહાય કરે છે, એમ વિચારી, પુત્રપ્રાપ્તિ માટે ગાંગીલ ઋષિએ આપેલા મંત્રને તે રાજાએ બતાવેલી વિધિ પ્રમાણે સાથે. તેના પ્રભાવથી તેની સર્વ રાણીઓને એક એક પુત્ર થયા. સર્વ કારણેનો બરાબર યાગ મળી જાય તે કાર્યની જરૂર સિદ્ધિ થઈ શકે છે. જો કે ચંદ્રાવતી રાણી રાજાને ઘણું માનીતી હતી છતાં પણ પ્રથમ પતિદ્રોહ કર્યો હતો તેના પાપે માત્ર તેને પુત્ર થયે નહીં.
એક વખત મધ્યરાત્રિએ અર્ધ નિદ્રાવસ્થામાં સુખે સૂતેલી કમલમાલા રાણીએ દિવ્ય પ્રભાવથી એક સ્વપ્ન જોયું. રાણી જાગીને પ્રાત:કાળે રાજા પાસે આવીને કહેવા લાગી કે-“હે પ્રાણનાથ ! આજે મધ્યરાત્રો વ્યતીત થયા પછી, અર્ધનિદ્રાવસ્થામાં હું સુખે સૂતી હતી તે સમયે મેં એક સ્વપ્ન જોયું. તેમાં મારા પિતા ગાંગીલ ઋષિના તપોવનમાં આવેલા પ્રાસાદમાં આપણે સાથે પ્રયાણ કરતાં પહેલાં જેનાં છેલ્લાં દર્શન કર્યા હતા તે શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન થયાં. તેમણે મને કહ્યું કે-“ હે કલ્યાણિ! હાલ તું આ પોપટને લઈ જા, પછી કઈક વખતે વળી હંસ આપીશ.” એટલું કહીને પ્રભુએ મને હાથોહાથ સર્વાંગસુલભ દિવ્ય વસ્તુના જે દેદીપ્યમાન પિપટ ભેટ આપો. ” પ્રભુના પિતાના હસ્તને પ્રસાદ પામીને આખા જગતની જાણે એશ્વર્યતા પામી હોઉં એમ હું અત્યંત પ્રસન્ન થતી જાગૃત થઈ ગઈ. અણધાર્યા આવી મળેલા ક૯પવૃક્ષનું જ ફળ હોય તેમ હે પ્રાણનાથ ! એ સ્વપ્નનું શું ફળ હશે?” રાણીનું વચન સાંભળીને, આનંદરૂપ કંદને નવપલ્લવિત કરવાને મેઘરૂપ મીઠી વાણીથી તે રાજા સ્વપ્નના ફળને વિચારી કહેવા લાગ્યા કે, “હે પ્રિયે ! જેમ દેવ-દર્શન અત્યંત દુર્લભ હોય છે, તેમ એવા ઉત્તમ સ્વપ્ન પણ કઈક ભાગ્યેાદયથી જ પામી શકાય છે. એવું દિવ્ય સ્વપ્ન દેખવાથી દિવ્ય રૂપ અને દિવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org