________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૧૭ ]
કેણ હતો? તેને આટલું જ્ઞાન કયાંથી? મારા પર આટલી બધી મમતા શા માટે? એ કયાંથી આવ્યો ? ને કયાં ગયો ? વળી એ વૃક્ષ પરથી વસ્ત્રાલંકારાદિકની વૃષ્ટિ કેમ થઈ ? આ સેના કેમ આવી? ઈત્યાદિક જે મારા મનમાં સંદેહ છે, તે જેમ ગુફાના અંધકારને દીપક જ દૂર કરવાને સમર્થ છે, તેમ જ્ઞાની વિના બીજે કણ દૂર કરી શકે ?
સર્વ રાજામાં મુખ્ય તે મૃગધ્વજ રાજા આ પ્રમાણે વિચારમાં વ્યગ્રચિત્ત થયેલો આમ તેમ જુએ છે, તેટલામાં સેનાધિપતિએ રાજાને પૂછયું “સ્વામિન્ ! આ બધું શું બન્યું ?” ત્યારે તેણે તે સૈનિકોની પાસે શુકરાજ મળે હતો ત્યાંથી માંડી છેવટે તે અદશ્ય થયે, ત્યાં સુધીની બધી વાર્તા કહી સંભળાવી, તે સાંભળી લગભગ બધા સૈનિકો આશ્ચર્ય પામીને બેલવા લાગ્યા કે, “મહારાજ ! એ પોપટ તમારા ઉપર અત્યંત ભાવ રાખે છે, માટે તે તમને પાછે કયારેક પણ જરૂર મળશે અને તમારા મનની ચિંતા દૂર કરશે; કારણ કે આવો હિતવત્સલ છેવટે એમ ઉવેખીને હંમેશ માટે જાય જ નહીં. વળી તમારા મનને સંદેહ પણ એ જ આવીને દૂર કરશે, કારણ કે એ પોપટ જ્ઞાની જણાય છે, અને જ્ઞાનીને શંકા દૂર કરતાં કેટલી વાર ? હાલ આપ આ સર્વ ચિતા છોડી દઈને આપણું નગરમાં પધારી તેને પવિત્ર કરો. આપનાં દર્શન માટે અધીરાં બનેલા નગર જનેને આપના દર્શન આપીને આનંદિત કરો.”
રાજાએ તેમનું કહેવું માન્ય કર્યું. સમાચિત બોલેલું અને સમય પર કરેલું કને સ્વીકારવા ચોગ્ય ન થાય ? મહામંગલિક વાજિંત્રની મધુર ધવનિથી સર્વ દિશાઓને ગજાવનાર મહોત્સવપૂર્વક તે રાજાએ સપરિવાર સ્વનગર તરફ પ્રયાણ કર્યું. તે મૃગધ્વજ રાજાને આવતો જોઈને “મોટી પાંખવાળા ગરુડને જોઈને પોતાના દરમાં બેઠા બેઠા પણ જેમ સપનો ગર્વ ગળી જાય તેમ ? ચંદ્રશેખરનો સર્વ ગર્વ ગળી ગયો. તેણે તે વખતે પોતાનું સ્વામિદ્રોહીપણું ઢાંકવાને સમયસૂચક બુદ્ધિથી એક દૂતને ભેટ સાથે મૃગધ્વજ રાજાની પાસે તરત જ મોકલ્યો. રાજા પાસે આવીને પ્રણામ કરી તે બેલ્યો કે-“હે મહારાજ ! આપની પ્રસન્નતાને માટે તથા સઘળી વસ્તુસ્થિતિ આપને જણાવવા માટે ચંદ્રશેખર રાજાએ મને આપની પાસે મોકલે છે. આપ કઈ ધર્તના પ્રપંચને પરિણામે રાજ્ય સૂનું મૂકી, તેની પાછળ પાછળ ચાલ્યા ગયા છો એમ જાણું, અમારા રાજા ચંદ્રશેખર, આપા નગરની રક્ષા કરવા સારુ, પોતાના સૈન્ય સહિત આવ્યા અને કેવળ રક્ષણ કર*વાની જ મતલબથી નગરની ચારે બાજુથી વિંટાઈ વળ્યા. આ વસ્તુસ્થિતિને નહિ જાણતા * આપના સુભટોએ હથિયાર સજી જેમ કઈ શત્રુની સાથે કરે તેમ યુદ્ધ શરુ કરી દીધું. મહારાજ! અમે તો આપના રાજ્યને બીજા કેઈ શત્રુથી પરાભવ ન થાય તે હેતુથી રક્ષા કરવા આવેલા તેમ છતાં અમારે આપના સૈનિકો તરફથી કેટલાય. પ્રહાર સહન કરવા પડ્યા છે. તથાપિ સ્વામિનું કાર્ય સુધારવા જતાં મુસીબતો સહન કરવી પડે એમાં શું આશ્ચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org