SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નિ ત્યપ્રજ્ઞાા | [ ૨૨ ] સ્વભાવવાળા ઉદય થતા ચંદ્ર અને સૂર્ય જ ન હેાય છુ એવા એ પુત્રા તને અનુક્રમે થશે. પક્ષી કુળમાં પાપટ અને રાજહંસ અત્યુત્તમ છે અને તેની તને સ્વપ્નમાં પ્રાપ્તિ થઇ, તા હૈ સુંદરી ! ક્ષત્રિય કુળમાં ઉત્કૃષ્ટ એવા એ પુત્રીની આપણને પ્રાપ્તિ થશે. પરમેશ્વરે સ્વપ્નમાં સ્વહસ્તે જ તને પ્રસન્નતાપૂર્વક પ્રસાદ આપ્યા છે, તેા તેમના જેવા જ પ્રતાપી પુત્ર આપણને મળશે, એમાં કાંઈ પણ સંશય નથી, ” એવાં વચન સાંભળીને અત્યાનદિત થયેલી તે કમલમાલા રાણી રત્નપ્રભા પૃથ્વી જેમ અમૂલ્ય રત્નાને ધારણ કરે છે, અને આકાશ જેમ જગતચક્ષુ સૂર્યને ધારણ કરે છે, તેમ ગર્ભને ધારણુ કરવા લાગી. તે દિવસથી ઉત્તમ રસના સિચનથી જેમ મેરુપર્વતની પૃથ્વીમાં રહેલા કલ્પવૃક્ષના કદ પ્રતિદિન વધે, તેમ તે રાણીના ગર્ભ પ્રતિદિન વધવા લાગ્યા, અને તેના પ્રભાવે ઉત્પન્ન થતા પ્રશસ્ત-શુભ મનારથાને રાજા સંપૂર્ણ સન્માનપૂર્વક પૂર્ણ કરવા લાગ્યા. શુભ દિવસે અને શુભ લગ્ન-લગ્નાંશે, પૂર્વ દિશા જેમ પુનમના ચંદ્રના પ્રસન્ન કરે તેમ, તે રાણીએ અત્યુત્તમ એવા પુત્રને સુખ-સમાધિપૂર્વક જન્મ આપ્યા. રાજકુલની એવી રીત હાય છે કે, પટ્ટરાણીના પ્રથમ પુત્ર! જન્મ-મહેાત્સવ અત્યંત વૈભવપૂર્વક કરવા; અને તે પ્રમાણે આ કમલમાલા રાણી પટ્ટરાણીપદે હાવાથી તેના પ્રથમ પુત્રનેા જન્મમહાત્સવ - અત્યુત્તમ રીતે રાજાએ કર્યું. ત્યાર ખાઇ ત્રીજે દિવસે તે ખાલકને ચંદ્ર-સૂર્યના દર્શન કરાવવાને મહેાત્સવ તેમણે અત્યંત ઉમંગથી કર્યો. છઠે દિવસે છઠ્ઠી-જાગરણનેા મહાત્સવ પેાતાની રાજ્યઋદ્ધિને અનુસારે યથેાચિત રીતે કરાવ્યેા. સ્વપ્નાનુસાર પુત્રની પ્રાપ્તિ થઇ માટે તે પુત્રનું ‘ શુકરાજ ’ એવુ નામ મહેાત્સવપૂર્ણાંક આનદથી શુભ દિવસે પાડવામાં આવ્યું. પાંચ સમિતિથી રક્ષાચલા સચમ જેમ વૃદ્ધિ પામે તેમ ધવરાવવા, રમાડવા, હસાવવા, નવડાવવા તથા પાલણુ કરવા રાખવામાં આવેલી પાંચ ધાવમાતાએથી સ્નેહપૂર્વક રક્ષાયલે શુકરાજ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને આનંદ આપનારૂં અન્નપ્રાસન, લક્ષ્મીની સુદૃષ્ટિ સમુ’રખણુ ( રમવું), હષ ઉપજાવે તેવુ ક્રમણ ( ચાલવું), શુભ વચન, ચિત્તાકર્ષીક વસ્ત્રપરિધાન તથા પ્રેમગ્રંથિના મંધન સમી વર્ષગાંઠ વગેરે શુભ પ્રસ ંગેા અત્યંત ધામધૂમથી રાજાએ નિર્વિઘ્ને ઉજવ્યા. જુએ તેા ખરા ભાગ્યની દશા ! ભાગ્યશાળીનું ભાગ્ય એવુ જ હાય છે. એ પ્રમાણે ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામતા શુકરાજકુમાર પાંચ વર્ષના થયા. પાંચમે વર્ષે જેમ આંખા સર્વ રીતે ખીલે—કળે, તેમ તે કુમાર, રૂપ, સ`પદા, પરાક્રમ વગેરે સર્વોત્તમ ગુ©ાવર્ડ જાણે બીજા ઇંદ્રપુત્ર જયંતન હૈાય ? તેમ શેાલવા લાગ્યા. બાળક છતાં ખેલવામાં જાણે પ્રૌઢ પુરુષ ન હાય શુ' તેવી ચતુરાઇ તથા મીઠાશ તેના વચનમાં હાવાથી સર્વને તે પ્રિય થઈ પડ્યો. એકદા વસંતઋતુનાં પુષ્પાની સૌરભથી મ્હેકી રહેલા તથા ફુલકુલેાથી રમ્ય ખાગની શેાભા જોવાને રાજા પેાતાની પટ્ટરાણી કમલમાલા અને શુકરાજ કુમારને સાથે લઈને નગરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy