________________
-
- - -
-
-
-
-
-
-
-
-
પ્રથમ વિચારો
[ ર૨૩]
ત્યારે તે બાળકે પ્રથમ રૂદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માગું છું, તે આપ; નહીં તે તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેણીએ પુત્રને જન્મોત્સવ કરી છદ્દે દિવસે એક લાખ સોનિયા વાવર્યા ત્યારે તે બાળક મરણ પામે. એ જ રીતે બીજે પુત્ર પણ ત્રણ લાખ સોનિયા આપ્યા ત્યારે મરણ પામ્યા. ત્રીજો પુત્ર થવાને અવસરે સવપન તથા શકુન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મહારે ઓગણીશ લાખ સેનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનેયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનિયા ખરચીને કાશમીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચકેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ નયા ખરચીને ત્યાં પ્રતિમાઓના પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુજયે ગયે. ત્યાં લેખ્યમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રનની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે જણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેણીની કથા કહી.
અણના સંબંધમાં પ્રાયે કલહ તથા વેરની વૃદ્ધિ વગેરે થાય છે, તે લેકમાં પ્રસિદ્ધ છે માટે ત્રણ સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવે. બીજું, વ્યવહાર કરતાં જે દ્રવ્ય પાછું ન આવે, તો મનમાં એમ જાણવું કે, તેટલું દ્રવ્ય મેં ધમોથે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછું ન મળે તે, તે ધર્માથે ગણવાનો માર્ગ રહે, તે માટે જ વિવેકી પુરૂષે સાધર્મિક ભાઈઓની સાથેજ મુખ્ય માર્ગ વ્યવહાર કરો, એ યોગ્ય છે. સ્વૈચછ આદિ અનાર્ય લોકો પાસે લેણું હોય, અને તે જે પાછું ન આવે તો તે દ્રવ્ય ધમળે છે એવું ચિંતવવાને કાંઈ પણ રીતે નથી, માટે તેને કેવળ ત્યાગ કરવો અથત તેના ઉપરથી પોતાની મમતા છોડી દેવી. કદાચિત ત્યાગ કર્યા પછી તે દ્રખ્ય દેણદાર આપે તો તે શ્રીસંઘને ધર્માર્થે વાપરવાને અર્થે સેંપવું. તેમજ દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા બીજી પણ કઈ વસ્તુ ખવાઈ જાય, અને પાછી મળવાને સ ભવ ન રહે, ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી જે ચોર આદિ ચોરાઈ ગએલી વસ્તુને ઉપગ પાપકર્મમાં કરે, તો તે દ્વારા થતાં, પાપના ભાગીયા આપણે થતા નથી એટલે લાભ છે. વિવેકી પુરુષે પાપને અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ, દ્રવ્ય શસ્ત્ર, આદિ વસ્તુને આ રીતે ત્યાગ કરે. એમ ન કરે તે અનંતા ભવ સુધી તેમના (તે વસ્તુના) સંબંધથી થનારાં માઠાં ફળ ભેગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એમ નથી. શ્રી ભગવતી સૂત્રના પાંચમાં શતકના છઠ્ઠા ઉદેશામાં શિકારીએ હરિણને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org