________________
[ ૧૮ ]
પ્રાણ આ લેકમાં અપૂર્વ અભ્યાસ નિરંતર કરે છે તે પ્રાણુ આવતા ભવમાં તીર્થકરપદને પામે છે, અને જે પોતે બીજા શિષ્યાદિકને સમ્યક જ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલા બધે લાભ થશે તેનું શું કહેવાય?
ઘણીજ છેડી બુદ્ધિ હોય તે પણ નો અભ્યાસ કરવામાં ઉદ્યમ રાખવાથી માલતુષાદિક મુનિઓની પેઠે તે જ ભવમાં કેવળજ્ઞાનાદિકને લાભ પામી શકાય છે, માટે નવા અભ્યાસમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી એજ શ્રેયસ્કર છે.
દ્રવ્ય ઉપાર્જન વિધિ. જિનપૂજા કરી ભેજન કર્યા પછી જે રાજા પ્રમુખ હોય તે કચેરીમાં, દીવાના પ્રમુખ મહટે હેદ્દાદાર હોય તે રાજસભામાં, વ્યાપારી પ્રમુખ હોય તે બજાર કે દુકાને, અથવા પિતપોતાના યોગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એવી રીતે દ્રવ્ય ઉપાર્જનને વિચાર કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે ધનવાન છે, આ માન્ય છે કે અમાન્ય છે, તથા ઉત્તમ, મધ્યમ, અધમ, જાતિકુળ સ્વભાવનો વિચાર કરીને (સર્વની સાથે એકસરખે ખરેખર) ન્યાય કરો.
ન્યાય ઉપર દૃષ્ટાંત. કલ્યાણકટકપુર નગરને વિષે યશવર્મા રાજા રાજ્ય કરતો હતે. તે ન્યાયમાં ખરે ન્યાય આપનાર છે એવી ખ્યાતિવાળો હોવાથી તેણે પોતાના ન્યાય કરવાના મહેલની આગળ એક ન્યાયઘટે બાંધે હતે. એક વખતે તેની રાજ્યઅધિષ્ઠાયકા દેવીને એવો વિચાર ઉત્પન્ન થયે કે, “આ રાજાએ જે ન્યાયઘંટા બાંધ્યા છે, તે ખરે છે કે ખોટે છે તેની પરીક્ષા કરવી જોઈએ. ” એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વલ્સની સાથે ક્રીડા કરતી રાજમાર્ગ વચ્ચે ઊભી રહી. એવા અવસરમાં તેજ રાજાને પુત્ર દેડતા ઘડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતે તે જ માગે આવ્યો. ઘણા જ વેગથી આવતી ઘોડાગાડીનું ચક્ર ફરી જવાથી તે વાછડો તત્કાળ ત્યાં જ મરણ પામ્યો જેથી ગાય પોકાર કરવા લાગી અને જેમ રેતી હોય એમ આમતેમ જોવા લાગી તેને આવજા કરતા કેઈક પુરુષે કહ્યું કે, રાજદરબારમાં જઈ તારે ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટા બાંધેલી છે ત્યાં આવી, અને પોતાનાં શીંગડાંના અગ્રભાગથી તે ઘંટાને હલાવીને વગાડી. આ વખતે રાજા ભોજન કરવા બેસ હતે, છતાં તે ઘંટાને શબ્દ સાંભળીને બેલ્યો કે, અરે ! કોણ ઘંટા વગાડે છે? નેકરોએ તપાસ કરી કહ્યું કે, સ્વામી, કેઈ નથી, તમે સુખેથી ભેજન કરે. રાજા છે, આ વાતનો નિર્ણય થયા વિના કેમ ભેજન કરાય? એમ કહી ભજન કરવાને થાળ એમજ પડતો મૂકી પિતે ઊઠીને દરવાજા આગળ આવી જુવે છે તે ત્યાં બીજા કેઈને ન દેખતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org