________________
[ ૨૦૬ ]
भादविधिप्रकरण |
કરી કાઉસગ્ગે ઊભા રહેલા ભગવાન મહાવીરસ્વામીને દરાજ પારણાની નિમંત્રણા કરનાર જીણુ શેઠ ચામાસીને પારણે આજે તે જરૂરજ પારણું કરશે એમ ધારી ઘણી નિમંત્રણા કરી પેાતાને ઘેર આવી, ઘરઆંગણે બેસી ભાવના ભાવવા લાગ્યા કે, અહે। ધન્ય છું હું, આજે મારે ઘેર સ્વામી પધારશે, પારણુ કરશે, ઇત્યાદિક ભાવના ભાવતાંજ તેણે અશ્રુતસ્વર્ગનું આયુષ્ય માંધ્યું, અને પારણું તે પ્રભુએ મિથ્યાદ્રષ્ટિ કાઇક ( પુર્ણ શેઠ )ને ઘેર ભીક્ષાચરની રીતે દાસીને હાથે અપાયેલા અડદના ખાકળાથી કી'. ત્યાં પંચદીવ્ય થયા, એટલેાજ માત્ર તેને લાભ થયા. બાકી તે વખતે જો જીણુ શેઠ દેવદુંદુભિને શબ્દ ન સાંભળત તા તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાત, એમ જ્ઞાનીચે કહ્યું. માટે ભાવનાથી અધિકતર ફળની પ્રાપ્તિ થાય છે.
આહારાદિક વહેારાવવા ઉપર શાળીભદ્રનું દ્રષ્ટાંત તથા ઔષધના દાન ઉપર મહાવીરસ્વામીને ઔષધ આપવાથી તીર્થંકર ગાત્રની આંધનારી રેવતી શ્રાવિકાનું હૃષ્ટાંત જાણવું. ગ્લાન–સાધુની વૈયાવચ્ચ વિષે.
ગ્લાન( માંદા ) સાધુની વૈયાવચ્ચ કરવામાં મહાલાભ છે. જે માટે આગમમાં કહેલું છે કે, હે ગૌતમ! જે ગ્લાન સાધુની સેવા કરે છે, તે મારા દર્શનને અંગીકાર કરે છે, જે મારા દનને અંગીકાર કરે છે તે ગ્લાનની સેવા કર્યાં વગર રહેજ નહીં. અહતના દનના સાર એ છે કે, જિનઆણા પાળવી.
ગ્લાનનો સેવા કરવા ઉપર ક્રીડા અને કાઢથી પીડિત થયેલા સાધુના ઉપાય કરનાર ઋષભદેવના જીવ જીવાનદ નામા વૈદ્યનું હૃષ્ટાંત સમજવું તેમજ સુસ્થાનકે સાધુને ઊતરવા માટે ઉપાશ્રય વિગેરે આપે. જે માટે શાસ્ત્રમાં લખેલ છે કે,
વસતિ ( ઉપાશ્રય ), સૂવાનું આસન, ભાત, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિક, જો અધિક ધનવાન ન હોય તેાય થાડામાંથી થાડુ' પણુ આપે. તપનિયમના જોગથી યુક્ત મુનિવરને જે ઉપાશ્રય આપે છે, તેણે વજ્ર, અન્ન, પાન, શયણુ અને આસન વિગેરે પશુ આપ્યાં જ છે.
સાધુને ઉપાશ્રય આપવાથી જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતીસુકુમાલ, કૈાશા શ્રાવિકા, વિગેરે સંસારરૂપ સમુદ્રને તર્યા છે.
જૈનના દ્વેષી અને સાધુનિક્રકને આપવાની શિક્ષા
શ્રાવક સર્વ પ્રકારના ઉદ્યમથી જિનપ્રવચનના પ્રત્યેનીકા( જૈનના દ્વેષી )ને નિવારે અથવા સાધુ વિગેરેની નિંદા કરનારાઓને પણ યથાયેાગ્ય શિક્ષા આપે, જે માટે કહેલું છે કે—
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org