SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૦૧]. हारिअपीठफलगसिज्जासंथारएणं ओसहभेसज्जेणं भयचं अणुग्गहो कायव्वो. ४२छा. કારી ભગવન ! મારા ઉપર દયા કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ (સુખડી વિગેરે), સ્વાદિમ (મુખવાસ), વસ્ત્ર, પાત્ર, કંબળ, પાયપુંછણું પ્રાતિહાર્ય તે સર્વ કામમાં વાપરવા ગ્ય બાજોઠ, પાછળ મૂકવાનું પાટિયું, શય્યા (જેમાં પગ પસારીને સુવાય તે), સંથારે (શાથી કાંઈક નાનો), ઔષધ (એક વસાણુનું), ભેષજ (ઘણા વસાણાવાળું), તેણે કરીને હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરવો (મારી પાસેથી લેવું જોઈએ), એમ પ્રગટપણે નિમંત્રણ કરવી. આવી નિમંત્રણા તે વર્તમાનકાળે વૃહતવંદન કીધા પછી શ્રાવકો કરે છે, પણ જેણે ગુરૂની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તે સૂર્ય ઊગ્યા પછી જ્યારે પિતાને ઘેર જાય ત્યારે નિમંત્રણ કરે. જેને ગુરૂની પાસે પ્રતિક્રમણ કરવાને પેગ બન્યો ન હોય તેણે તે જ્યારે ગુરૂને વાંદવા આવવાનું બની શકે ત્યારે આવી ઉપર લખ્યા પ્રમાણે નિમંત્રણા કરવી. ઘણે ભાગે તો જ્યારે દેરાસરમાં જિનપૂજા કરી નેવેદ્ય ચઢાવી ઘેર ભેજન કરવા જવાના અવસરે ફરી ગુરૂ પાસે ઉપાશ્રયે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈવાદિકની પાસે ચિકિત્સા (રેગની પરીક્ષા) કરાવી આપે, ઔષધાદિક આપે. જેમ કેગ્ય હોય એમ પથ્યાદિક વહરાવે. જે જે કાંઈ કાર્ય હોય તે કરાવી આપે. જે માટે કહેવું છે કે, જ્ઞાનાદિક ગુણવાળા સાધુઓને સહાયભૂત આહારાદિક, ઔષધ અને વસ્ત્ર વિગેરે જે જે જેમ યેગ્ય લાગે તેમ આપવું. જ્યારે પિતાને ઘેર સાધુ વહોરવા આવે ત્યારે હમેશાં તેમના યોગ્ય છે જે પદાર્થો તૈયાર હોય તે નામ દઈ દઈને વહોરાવે. જો એમ ન કરે તે ઉપાશ્રયે કરેલી નિમંત્રણ નિષ્ફલ થાય છે, અને નામ દઈને વહેરાવતાં પણ જો સાધુ વહારે નહીં તે પણ લાભ છે. એમ કહ્યું છે કે – મનથી પણ પુન્ય થાય છે, વળી વચનથી (નિમંત્રણ કરવાથી) વધારે પુન્ય થાય છે, અને કાયાથે તેની જોગવાઈ મેળવી આપવાથી પણ પુન્ય થાય છે, માટે દાન તે કહ૫વૃક્ષની જેમ ફળદાયકજ છે. ગુરૂને જે નિમંત્રણ ન કરીએ તે આપણા ઘરમાં તે પદાર્થ નજરે દેખવા છતાં પણ સાધુ તેને લોભી જાણી યાચતા નથી, માટે નિમંત્રણ ન કરવાથી મહેટી હાનિ થાય છે. - દરરોજ સાધુને નિમંત્રણ કરતાં પણ જે આપણે ઘેર વહોરવા ન આવે તે પણ તેથી પુન્ય જ થાય છે. વળી ભાવની અધિકતાથી અધિક પુન્ય થાય છે. દાનની નિમંત્રણા ઉપર જીર્ણશેઠનું દષ્ટાંત જેમ વિશાળી નગરીમાં છમસ્થ અવસ્થામાં ચાર મહીનાના ઉપવાસ ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy