________________
[ ૨૦૦]
વિવિધre
કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે જ નહિ, હારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતા. મરણ સમયે મેં એમને કહ્યું કે, “મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં. એમ ચારના મેં નખ જેવડા કટકા કર્યો તો પણ કયાંય પણું મને જીવ દેખાય નહીં. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેલમાં ભારમાં કાંઈ પણ ફેર જણાયે નહીં. વળી મેં છિદ્ર વિનાની કેઠી અંદર એક માણસને પૂર્યો, અને તે કેઠી ઉપર સજજડ ઢાંકણું ઢાંકયું. અંદર તે માણસ મરી ગયે. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડા મેં જોયા, પણ તે માણસના જીવ બહાર જવાને તથા તે કીડાના જીવોને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલે પણ માર્ગ મારા જેવા આવ્યું નહીં. એવી રીતે ઘણું પરીક્ષા કરીને હું નાસ્તિક થયો છું.”
શ્રી કેશિ ગણધરે કહ્યું “ હારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહીં. તથા ત્યારે પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહિં આવી શકો નહીં. અરણીના કાકની અંદર અગ્નિ છતાં તેને ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તે પણ તેમાં અગ્નિ દેખાય એમ નથી તેમજ શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરો, તો પણ જીવ કયાં છે તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તેળો, તથાપિ તેલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તળશે, તો તેલમાં કાંઈ ફેર જણાશે નહીં. કડીની અંદર પૂરે માણસ અંદર શંખ આદિ વગાડે તે શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ કયે માગે બહાર આવ્યા ? તે જણાય નહીં તેમજ કુંભની અંદર પૂરેલા માણસને જીવ શી રીતે બહાર ગયે? અને કુંભીની અંદર થએલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા? તે પણ જણાય નહીં.”
એવી રીતે શ્રીકશિ ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું. આપ કહે છે તે વાત ખરી છે. પણ કુળ પરંપરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું ? ” શ્રી કેશિ ગણુધરે કહ્યું. “જેમ કુળ પરંપરાથી આવેલા દારિદ્ર, રોગ, દુઃખ આદી મૂકાય છે, તેમ નારિતકપરું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયે તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી તેણે પરપુરૂષને વિષે આસકત થઈ એક દિવસે પૌષધને પારણે પ્રદેશી રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત સુરત તે રાજાના ધ્યાનમાં આવી, ને તેણે ચિત્રસારથીને કહી તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પિતાનું મન સમાધિમાં રાખ્યું, અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવલોકે સૂર્યાભ વિમાનની અંદર દેવતા થયા. વિષપ્રયાગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ, અને બીકથી જંગલમાં નાસી ગઈ, અને ત્યાં સપના દંશથી મરણ પામી નરકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org