________________
[ ૨૮૪]
વિધિ
.
પહોંચે. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક મોટા બિલીનાં ફળથી તેનું માથું “કડાક” શબ્દ કરી ભાંગ્યું. મતલબ એ છે કે, કમનશીબ પુરૂષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જૂદા જૂદા નવસે નવાણુ સ્થળોના વિષે ચેર, જળ, અગ્નિ સ્વચઢે, પરચક્ર, મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લેકે એ કાઢી મૂકો. ત્યારે તે મહા દુઃખી થઈ એક મહાટી અટવીમાં આરાધક જનોને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામા યક્ષને મંદિરે આવ્યા. પિતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગ્યુંએક વિસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે, “દરરોજ ” સંધ્યા સમયે મહારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રકને ધારણ કરનારો મોર નૃત્ય કરશે. તેનાં દરરોજ પડી ગએલાં પિચ્છા ત્યારે લેવાં.” યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિછા સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યા. એમ દરરોજ એકઠાં કરતાં નવસો પિચ્છા ભેગાં થયાં. એ બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુદેવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, “બાકી રહેલાં પિછાં લેવાને માટે હવે કેટલાક દિવસ આ જંગલમાં રહેવું? માટે બધાં પિછાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક.” એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યા, ત્યારે એક મૂઠીથી તેનાં પિછાં પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયે, અને પૂર્વે એકઠાં કરેલાં નવસે પિચ્છાં પણ જતાં રહ્યાં ! ખરું છે કે–દેવની મર્યાદા ઉલ્લંઘીને જે કાર્ય કરવા જઈએ, તે સફળ થાય નહીં. જુઓ, ચાતકે ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતું રહે છે. માટે “ધિકાર થાઓ મને ! કેમકે મેં ફેગટ એટલી ઉતાવળ કરી.” એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પોતાના પૂર્વકનું સ્વરૂપ પૂછયું. જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, “જેટલું દેવદ્રવ્ય તેં પૂર્વભવે વાપર્યું, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ, અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે હારૂં દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભેગ, રૂદ્ધિ અને સુખનો લાભ થશે.” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરુ પાસે નિયમ લીધે કે, “મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજારગુણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મહારાથી ન અપાય, ત્યાં સુધી અન્ન વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યનો સંગ્રહ ન કરવો.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવક ધર્મ પણ તેણે ગુરુની સાખે આદર્યો. તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો, તે સર્વમાં તેને બહુ દ્રવ્યને લાભ થયો. જેમ જેમ લાભ થશે, તેમ તેમ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતે ગયે. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણના બદલામાં દસ લાખ કાંકિણ તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ત્રણમાંથી છૂટ્યા પછી ઘણું દ્રવ્ય ઉપાજીને તે પિતાને નગરે આવ્યો. સર્વે મહેટા શેઠેમાં શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org