________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
L[ ૧૮૨]
મહાવ્યથા સહન કરીને તે મરણ પામે. પછી ઘણું ખરું પાપ ક્ષીણ થયું ત્યારે વસંતપુર નગરમાં ક્રોડપતિ વસુદત્ત શ્રેણીથી તેની સ્ત્રી વસુમતિની કુખે પુત્રપણે ઉત્પન્ન થયે. તે ગર્ભમાં છતાં જ વસુદત્ત શ્રેષ્ઠીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તે જ દિવસે વસુદત્ત શ્રેષ્ઠ મરણ પામ્યો, અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઈ. તેથી લોકેએ તેનું “નિપુણ્યક” એવું નામ પાડયું. કોઈ રાંકની પેઠે જેમ તેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યું.
એક દિવસે તેને માટે તેને નેહથી પિતાને ઘેર લઈ ગયે. દેવયોગે તે જ રાત્રિએ મામાનું ઘર પણ ચોરોએ લૂંટયું. એમ જેને જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો. તે સર્વને ત્યાં ચોર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયા. કેઈ ઠેકાણે ઘરધણું જ મરણું પામે. “આ પારેવાનું બચ્ચું છે? કે બળતી ગાડરી છે? અથવા મૂર્તિમાનું ઉત્પાત છે?” એવી રીતે કે તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉદ્વેગ પામી તે નિપુણ્યક નામા સાગર શ્રેણીનો જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયા. ત્યાં વિનયધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યા. તે જ દિવસે વિનયધર શ્રેણીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયલા શ્વાનની પેઠે તેને કાઢી મૂક્યો. પછી શું કરવું? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાજેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો. કહ્યું છે કે–સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભેગવવાનો અવસર આવે ત્યારે પરવશ થઈને ભેગવે છે, જેમ માણસ પોતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાનો સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક “યોગ્ય સ્થાનનો લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરક્ત આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગયે, અને ધનાવહ શ્રેષ્ઠીની ચાકરી કરવી કબલ કરી તે દિવસે વહાણ ઉપર ચઢ્યો. શ્રેણીની સાથે ક્ષેમ કુશળથી પરીપે ગયે, અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, હારું ભાગ્ય ઉઘડયું. કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ ભાંગ્યું નહીં. અથવા મહારૂં દુર્દેવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. રખેને પાછા વળતાં તેને તે યાદ આવે !” નિપુણ્યકના મનમાં આવેલી ક૯૫ના ખરી કરવાને અર્થે જ કે શું ? તેના દુદેવે લાકડીને પ્રહાર કરીને જેમ ઘડાના સેંકડો કડકા કરે, તેમ પાછા વળતાં તે વહાણના કકડા કર્યા. દેવેગથી નિપુણયકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્રકાંઠાના એક ગામે આવ્યું, અને ત્યાંના ઠાકરના આશ્રય તળે રહ્યો.
એક દિવસે ચોરોએ ઠાકોરના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરને પુત્ર જાણું પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તે જ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીને મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનશીબ જાણીને કાઢી મૂક્યો. કહ્યું છે કે–એક માથે ટાલવાળે પુરૂષ માથે તડકે લાગવાથી ઘણોજ તપી ગયો, અને શીતળ છાયાની ઈચ્છાથી દેવગે બિલાના ઝાડ નીચે જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org