________________
[ ૨૭૪ ]
श्राद्धविधिप्रकरण ।
૧૦ જુગાર રમવું, ૧૧ જી માંકડ જોવા વીણવા, ૧૨ વિકથા કરવી, ૧૩ પલાંઠીવાળીને એસવુ, ૧૪ જુદા જુદા પગ લાંબા કરીને બેસવુ, ૧૫ પરસ્પર વિવાદ કરવા, ( મડાઈ કરવી ). ૧૬ કાઇની હાંસી( મશ્કરી ) કરવી, ૧૭ કેાઈ પર ઇર્ષા કરવી, ૧૮ સિંહાસન પાટ, ખાજોઠ વિગેરે ઊંચા આસન ઉપર બેસવુ', ૧૯ કૅશ શરીરની વિભૂષા( શાભા) કરવી, ૨૦ છત્ર ધારવું, ૨૧ તલવાર રાખવી, ૨૨ મુગટ રાખવા, ૨૩ ચામર ધરાવવા, ર૪ ધરણું નાખવું (કોઇની પાસે માંગતા હાઈએ તેને દેરાસરમાં પકડવા), ૨૫ સ્રીઓની સાથે કામવિકાર તથા હાસ્યવિનાદ કરવાં ( માત્ર વચનથી હાસ્ય કરવેા), ર૭ કોઇપણ જાતિની ક્રીડા કરવી (પાના, ગંજીફ઼ા વીગેરે રમવા), ૨૭ સુખકાશ ખાંધ્યા વિના પૂજા કરવી, ૨૮ મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી, ર૯ ભગવતની પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, ઘેરામાં પ્રવેશ કરતી વખતે સચિત્ત વસ્તુને દૂર છેડે નહીં, ૩૧ અચિત્ત પદાર્થ શાલા કરી હાય તેને દૂર મૂકવા (નિરંતર પહેરવાના દાગીના ઉતારી નાંખવા ), ૩૨ એકસાટિક( અખંડ વજ્ર)નું ઊત્તરાસણું કર્યા વિના ઘેરામાં જવુ, ૩૩ પ્રભુની પ્રતિમા દીઠે થકે પશુ બે હાથ ન જોડવા, ૩૪ છતી શક્તિએ પ્રભુની પૂજા ન કરે, ૩૫ પ્રભુને ચઢાવવા ચાગ્ય ન હાય એવાં પદાર્થ પ્રભુને ચડાવવા, ૩૬ પૂજા કરે પણ તેમાં અનાદરપણું રાખે, ભક્તિબહુમાન ન રાખવા, ૩૭ ભગવ ંતની નિંદા કરનાર પુરુષાને અટકાવે નહીં, ૩૭ દેવદ્રવ્યના વિનાશ થતા દેખી ઉવેખે, ૩૯ છતી શકિતએ ઘેરે જતા વાહનમાં બેસે, ૪૦ દેરામાં વડેરાથી પહેલા ચૈત્યવંદન કે પૂજા કરે. જિનભવનમાં રહેતાં ઊપર લખેલાં કારણમાંથી હરકેાઈ પણ કારણને સેવે તે મધ્યમ આશાતના થાય છે. તે વવી,
દેવની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના.
૧ ખેલ તે નાશિકાનું લીંટ દેરાસરમાં નાંખે, ૨ જુગાર, ગંજીફ્ા, શેત્રંજ, ચાપાટ વિગેરેની રમત દેરામાં કરે, ૩ દેરામાં લડાઈ કરે, ૪ કળા તે ધનુષ વિગેરેની ( કળા ) દેરામાં શીખે, ૫ કેગળા કરે, ૬ તમાળ ખાય, છ તમાળ ખાયને કૂચા ઢેરામાં નાંખે, ૮ દેરામાં કોઈને ગાળ આપે, ૯ દેરામાં લઘુનીતિ ડીનીતિ કરે, ૧૦ હાથ પગ સુખ શરીર ઢેરામાં વે, ૧૧ કૅશ સમારે, ૧૨ નખ ઉતારે, ૧૩ લેાહી પાડે, ૧૪ સુખડી વિગેરે દેરામાં ખાય, ૧૫ ગુમડા ચાઠાં વિગેરેની છાલ ચામડી ઉખેડી દેરામાં નાંખે, ૧૬ મુખમાંથી નીકળેલુ' પિત્ત દેરામાં નાંખે, ૧૭ દેરામાં ઊલટી કરે, ૧૮ દાંત પડી જાય તે દેરામાં પડવા દે, ૧૯ દેરામાં વિશ્રામ કરે (વિસામા લે), ૨૦ ગાય, ભેંસ, ઉંટ, ઘેાડા, બકરાં, ઘેટાં, વિગેરે ઉપર મંદિરમાં દમન કરે, ૨૧ દાંતના મેલ પાડે, ૨૨ આંખના મેલ પાર્ક, ૨૩ નખ પાડે, ૨૪ ગાલના મેલ નાંખે, ૨૫ નાશિકાના મેલ નાંખે, ૨૬ મસ્તકના સેલ નાંખે, ૨૭ કાનને મેલ નાંખે, ૨૮ શરીરને! મેલ નાંખે, ૨૯ મત્ર તે ભૂતાદિક નિગ્રહના મંત્ર સાધન દેરામાં કરે, અથવા રાજ્યના પ્રમુખ કાર્યના વિચાર કરવા દેરાસરમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org