SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન-રાપર [ ૭૩ ] સમજવી. જ્ઞાનની મધ્યમ આશાતના-અકાળે પઠન, પાઠન, શ્રવણ, મનન કરવું, ઉપધાન, ચિંગ વિદ્યા વિના સૂત્રનું અધ્યયન કરવું, જાંતિથી અશુદ્ધ અર્થની કલ્પના કરવી, પુસ્તકાદિકને પ્રમાદથી પગ પ્રમુખનું લગાડવું, જમીન ઉપર પાડવું જ્ઞાનનાં ઉપકરણ પિતાની પાસે છતાં આહાર ભેજન કરવું કે લઘુનીતિ કરવી; એ સર્વ પ્રકારની મધ્યમ આશાતના જ્ઞાનની જાણવી. જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના–પાટી ઉપર લખેલા અક્ષરાને થુંક લગાડી (ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણું ઉપર બેસવું, સૂવું જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પિતાની પાસે છતાં વડીનીતિ કરવી; જ્ઞાનની અથવા જ્ઞાનીની નિંદા કરવી, તેના સામા થવું જ્ઞાનને જ્ઞાનીને નાશ કરવો; ઉત્સવ ભાષણ કરવું એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે. - દેવની આશાતના. રેવની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એમ ત્રણ પ્રકારની આશાતના છે. જઘન્ય આશાતના તે વાસક્ષેપની, બરાસની અને કેસરની ડબી તથા કેબી, કળશ પ્રમુખ ભગવંતને અફાળવાં અથવા નાશિકા મુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડકાડવાં, મધ્યમ આશાતના તે ઉત્તમ નિર્મળ ધોતીયાં પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમા જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજનદ્રવ્ય પ્રભુને ચડાવવાં, પૂજાની વિધિને અનુક્રમ ઉલ્લંઘન કર. ઉત્કૃષ્ટ આશાતના તે પ્રભુની પ્રતિમાને પગ લગાડ શલેખમ, બળ, થુંક વિગેરનાં છાંટે ઉડાડે નાશિકાના સલેખમથી મલિન થયેલા હાથ પ્રભુને લગાડવા પ્રતિમા પિતાના હાથેથી ભાંગવી, ચોરવી, ચેરાવવી, વચનથી પ્રતિમાના અવર્ણવાદ બલવા વિગેરે. - બીજી રીતે દેરાસરની જઘન્યથી ૧૦ ભેદે, મધ્યમથી ૪૦ ભેદે અને ઉત્કૃષ્ટથી ૮૪ લેટે આશાતના વર્જવી તે બતાવે છે. દેવની જઘન્ય ૧૦ આશાતના. ૧ દેરાસરમાં તંબળ (પાન સોપારી) ખાવું, ૨ પાણું પીવું, ૩ ભેજન કરવું ૪ જેડા-બુટ પહેરીને જવું, ૫ સ્ત્રીગ કર, ૬ શયન કરવું, ૭ થુંકવું, ૮ પેશાબ કર, ૯ વડીનીતિ કરવી, ૧૦ જુગાર વિગેરે રમત કરવી. એ પ્રકારે દેરાસરની અંદરની દશ જઘન્ય આશાતના વર્જવી. દેવની મધ્યમ ૪૦ આશાતના ૧ દેરાસરમાં પેશાબ કરે, ૨ વડી નીતિ કરવી, ૩ જોડા બુટ પહેરવા, ૪ પાણી પીવું, ૫ ભેજન કરવું, ૬ શયન કરવું. ૭ સ્ત્રીસંગ કરે, ૮ તંબોળ ખાવું, ૯ થુંકવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy