________________
-
ર
ક
-
-
-
-
-
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ર૩૭ ]
છે કે, ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપપૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજય પામે છે, અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.”
અન્નાદિક સર્વ વસ્તુની ઉત્પત્તિના કારણરૂપ અને પકવાનાદિક ભેજનથી પણ અધિક અતિશયવાળું પાણી પણ જરૂર દરરોજ પ્રભુ આગળ બની શકે તો વાસણમાં ભરીને ચઢાવવું. નૈવેદ્ય અને આરતિ આદિ માટે આગમમાં પણ કહેલું છે, નૈવેદ્ય ચઢાવવા
સંબંધી શાસોનાં પ્રમાણ, આવશ્યકનિર્યુક્તિમાં કહે છે કે, “ી વરી” બળી (નૈવેદ્ય) કરાય છે. શ્રીનિશીથમાં પણ કહેવું છે કે “(ત્યારપછી) પ્રભાવતી રાણીએ સર્વે બળી આદિક નૈવેદ્ય વિગેરે આદિ શબ્દના ગ્રહણથી ધૂપ, દીપ, જળ, ચંદન તૈયાર કરાવીને (તે કાષ્ઠની પટી સન્મુખ મૂકીને) “દેવાધિદેવ વર્ણમાનસ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ.” એમ કહીને ત્રણ વાર (પેટી પર) કુહાડો માર્યો. ત્યારપછી તે પેટીના બે ભાગ થવાથી સર્વાલંકાર વિભૂષિત ભગવંતની પ્રતિમા જુવે છે.”
નિશીથ સૂત્રની પીઠિકામાં પણ કહે છે કે, તે બળી કહેવાય છે, જે અશિવની ઉપશાંતિ નિમિત્તે રાંધેલા ચોખા કરાય છે.
નિશીથની ગુણિમાં પણ કહે છે કે –સંાજાથા દ્વારા વિવિધ જા મુજબ કાવડા વળમાદ શિર વદ સંપ્રતિ રાજા તે રથજાત્રા આગળ વિવિધ પ્રકારનાં ફળ, ખાદ્ય, શેકેલાં ધાન્ય, કવડક(કેડાં) વસ્ત્ર આદિનું ભેગું કરે.
વૃહતકપમાં પણ કહેલ છે કે, તીર્થકરો સાધુના સાધર્મિક નથી તે કારણથી વીર્થકરને અર્થે કરેલો આહાર સાધુને જ્યારે કપે, ત્યારે પ્રતિમાને માટે કરેલા બળી નવેવની તે શી વાત ?
પ્રતિષ્ઠા પાહુડથી શ્રી પાદલિપ્તસૂરિએ ઉદ્ધરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહેલ છે કે—“આરતી ઉતારીને મંગળ દી કર્યા પછી ચાર ઉત્તમ સ્ત્રીઓએ મળી નિત્ય વિધિથી નૈવેદ્ય કરે.”
મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં પણ કહેલ છે કે, “અરિહંત ભગવંતને બરાસ, ફૂલમાળા, દીવ, મારપીંછીથી પ્રમાર્જન, ચંદનાદિકે વિલેપન, વિવિધ પ્રકારના બલિ નેવે), વસ્ત્ર, ધૂપાદિ પૂજા સત્કાર કરીને પ્રતિદિન પૂજા કરતાં પણ તીર્થની ઉન્નતિ એ.” આ મુજબ અગ્રપૂજાને અધિકાર સમાપ્ત થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org