________________
-
-
-
[ ૨૨૮ ]
श्राद्धविधिप्रकरण ।
ભાવપૂજાનો અધિકાર. ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજાના વ્યાપાર નિષેધરૂપ ત્રીજી “નિસિહ”કરવાપૂર્વક કરવી. જિનેશ્વર ભગવતથી જમણી તરફ પુરુષોએ અને ડાબી તરફ સ્ત્રીઓએ આશાતના દૂર કરવા માટે ઓછામાં ઓછું ઘર દેરાસરમાં એક હાથ કે અર્ધ હાથ અને મોટા દેરાસરમાં નવ હાથ અને વિશેષથી તે સાઠ હાથ તેમજ મધ્યમ ભેદ તે દશ હાથથી માંડી ઓગણસાઠ હાથને અવગ્રહ રાખીને (દૂર રહીને) ચિત્યવંદન કરવા બેસવું શાસ્ત્રમાં કહેવું છે કે –
ત્રીજી ભાવપૂજામાં ચૈત્યવંદન કરવાના ઉચિત પ્રદેશે (અવગ્રહ રાખી) બેસીને યથાશક્તિ સ્તુતિ, સ્તોત્ર, સ્તવને કરી ચૈત્યવંદન કરે.
નિશીથસૂત્રમાં કહેલ છે કે“તે ગંધાર શ્રાવક સ્તવન સ્તુતિઓને ભણત તે ગિરિ, ગુફામાં રાતદિવસ રહ્યો.”
વસુદેવહિંડીમાં પણ કહેવું છે કે –“સમ્યક્ત્વને ધારણ કરનાર વસુદેવ પ્રાત:કાળે શ્રાવકના સામાયિકાદિક પચ્ચખાણ લઈને, કર્યા છે કાઉસગ્ગ સહિત થઈ વંદન (દેવવંદન) જેણે એવો” એમ અનેક ઠેકાણે શ્રાવકાદિકે કાર્યોત્સર્ગ સ્તુતિ કરીને ત્યવંદન કર્યા છે. એમ ઘણે સ્થલે કહ્યું છે.
ચૈત્યવંદનના ભેદ, જઘન્યાદિ ભેદથી ચૈત્યવંદનના ભેદ ત્રણ કહ્યા છે. ભાગ્યમાં કહેલું છે કે –
બે હાથ જોડી શિરનમન આદિ સ્વરૂપ નમસ્કાર માત્રથી નમો વિઘrry એમ કહી પ્રભુને નમસ્કાર કરે છે, અથવા નમો અરિહંતાણં એમ આખે નવકાર કહીને, અથવા એક લેક, સ્તવન વિગેરે કહેવાથી, નાના જાતિના લેક કહેવાથી ઘણા નમસ્કાર પણ થાય; અથવા પ્રણિપાત એવું નામ નમુશ્કorનું હોવાથી એક વાર નમુથુળ જેમાં આવે એવું ચિત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે છે તેમ) એ જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે.
મધ્યમ ત્યવંદન તે પ્રથમથી અરિહંતયાળ થી માંડી કાઉસગ્ગ કરી એક થઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચિત્યવંદન કરીને એક થઈ છેલ્લી કહેવી તે મધ્યમ ચૈત્યવંદન કહેવાય છે
પંચદંડક તે, ૧ શકતવ ( નમુથુકું), ૨ ચૈત્યસ્તવ (અરિહંતઈયાણું), ૩ નામસ્તવ (લેગસ્ટ), ૪ શ્રુતસ્તવ (પુખરવરદીવ), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણું), એ પાંચ દંડક જેમાં આવે એવું જયં વીયરાય સહિત જે પ્રણિધાન (સિદ્ધાંતેમાં બતાવેલી રીતિ પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કહેવાય છે.
કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્ત કરી જઘન્ય ચૈત્યવંદના કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org