________________
[ ૩૬ ]
શ્રાવિધિના
દર્શન, ચારિત્ર)ના આરાધન નિમિતે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવવા.
તેમજ વિવિધ પ્રકારનાં ભાત પ્રમુખ રાંધેલા અશન, સાકરનું પાણી, ગેળનું પાણી, વિગેરે પાણી, પકવાન, ફળાદિક ખાદિમ, તંબેળ પાનનાં બીડાં પ્રમુખ સ્વાદિમ, એમ ચાર પ્રકારના આહાર પવિત્ર હોય તે દરરોજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગશીર્ષચંદનના રસ કરી પંચાંગુળીના મંડળ તથા ફૂલના પગાર ભરવાં, આરતી ઉતારવી, મંગળ દીપક કરે, એ સર્વે અગ્રપૂજામાં ગણાય છે. ભાગ્યમાં કહે છે કે –ગાયન કરવું, નાટક કરવું, વાજિંત્ર વગાડવા, લુણ ઉતારવું પાણી ઉતારવું, આરતી ઉતારવી, દીવા કરવા, એવી જ કરણુઓ છે તે સર્વ અગ્રપૂજામાં અવતરે (ગણાય) છે.
નૈવેદ્ય પૂજા દરરોજ પિતાને ઘેર રાંધેલા અન્નથી પણ કરવા વિષે.
નેવેદ્ય પૂજા દરરોજ કરવી, કેમકે, એ સુખથી પણ થઈ શકે છે અને મહાફળદાયક છે. રાંધેલું અન્ન આખા જગતનું જીવન હોવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે, એટલાજ માટે વનવાસથી આવીને શ્રી રામચંદ્રજીએ પોતાના મહાજનને અન્નનું કુશળપણું પૂછયું. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર વૃદ્ધિ પણ રાંધેલા અન્નનાં ભેજનથી થાય છે, રાંધેલા અન્નના નૈવેવથી દેવતા પણ પ્રાયે પ્રસન્ન થાય છે. સંભળાય છે કે, આગીયે વૈતાળ દેવતા દરરોજના સમુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો હતો. ભૂતપ્રેતાદિક પણ રાંધેલા ખીર, ખીચડા, વડાં પ્રમુખનાં ભેજન કરવા માટેજ ઉતારણાદિમાં યાચના કરે છે. તેમજ દિપાળાદિકને જે બળી દેવાય છે તે તથા તીર્થંકરની દેશના થઈ રહ્યા પછી જે બળી દેવાય છે તે પણ અન્નથી જ થાય છે.
નૈવેદ્ય પૂજાના ફળ ઉપર દષ્ટાંત. એક સાધુના ઉપદેશથી એક નિર્ધન ખેડૂતે એવો નિયમ લીધો હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નિવેદ્ય ચઢાવ્યા પછી જ ભજન કરીશ. કેટલાક કાળ પિતાના દઢ નિયમથી વિત્યા પછી એક દિવસ નૈવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી
અને ભેજનને સમય થઈ જવાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં . સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી પણ તે ખેડુત પિતાના દઢ નિયમથી ચળે નહીં, તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બોલવા લાગ્યું કે, “જા, તને આજથી સાતમે દિવસે રાજાની પ્રાપ્તિ થશે.” સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાનો સ્વયંવર મંડપ હતો, તેથી તે ખેડુત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરાએ તેનેજ વેર્યો તેથી ઘણા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. છેવટે તેણે દૈવિક પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુરિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકોમાં પણ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org