________________
[૨૨].
શ્રાવિકા !
ચિંતવવું. વળી સલેખમાદિને તે તત્કાળ ધૂળ, રાખ, વિગેરેથી યતનાપૂર્વક ઢાંક્યાં. જે એમ ધૂળ વિગેરેથી ઢાંકે નહીં ને ખુલ્લાં પડયાં રહે છે તેમાં અસંખ્ય સંમૂર્ણિમ (માતા પિતા સંગ વિના ઉપજનારા નવ પ્રાણવાળા મનુષ્યો જીવ ઉત્પન્ન થાય અને તેને નાશ થવાનો છેષ લાગે છે. જે માટે પન્નવણ સૂત્રના પ્રથમ પદમાં કહેલું છે કે,
હે ભગવાન! સંમૂછિમ મનુષ્ય કયાં ઉપજે ? (ઉત્તર) હે ગૌતમ, મનુષ્યક્ષેત્રમાં પીસ્તાવીસ લાખ જનમાં અઢીદ્વીપમાં જે દ્વીપ સમુદ્રો છે તેમાં આવેલા પંદર કર્મભૂમિ ( જ્યાં અસી, મસી, કૃષિ કર્મ કરી લેકે આજીવિકા કરે છે) માં, છપન અંતરદ્વીપ મનુષ્ય (યુગલીયા), ગર્ભજ મનુષ્યના મળમાં, પેશાબમાં, મેલમાં, બળખામાં, નાશિકામાં, વમન-( ઓકેલા)માં, પિત્તમાં, વીર્યમાં, વિર્ય અને રુધિર ભેગાં મળેલાં હોય તેમાં, બહાર કાઢી નાખેલ વીર્યને પુદગલમાં, નિર્જીવ કલેવરમાં, સ્ત્રીપુરુષના સંગમાં, નગરના ખાળમાં, સર્વ અપવિત્ર સ્થાનમાં, સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. (પણ તે કેવા ઉત્પન્ન થાય? તેને ઉત્તર) એક અંગુળના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહના(દેખાવ)વાળા, અસંશી (મનવગરના), મિથ્યાત્વી, અજ્ઞાની, સર્વ પર્યાપ્તીથી અપયા અને અંતમુહર્તાનું આયુષ્ય ભોગવી કાળ કરનારા એવા સંમૂછિમ જીવ ઉપજે છે, માટે બળખા, શલેખમ ઉપર ધૂળ કે રાખ નાંખીને તેને જરૂર ઢાંકવા,
દાતણ વિગેરે કરવું હોય તે નિર્દોષ સ્થાનમાં જાણીતા વક્ષના પ્રાસુક અને કેમલ દતકાષ્ઠથી, અથવા દાંતની દઢતા કરનાર તજની આંગલીથી કરવું. દાંત આદિના મલ ઉપર ધૂળ નાખવી.
વ્યવહારશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે –
દાંત દઢ કરવા માટે દાંતની પીઠિકા(પઢીયા-પેઢાં) પ્રથમ તર્જની અંગુલીથી ઘસવી, પછી આદરપૂર્વક (જરૂર) દાતણ કરવું.”
દાતણ કરતાં શુભસૂચક અગમચેતી. દાતણ કરતી વખતે જે પાણીના કોગળા કરવામાં આવે છે તેમાં પહેલે કોગળે કરતાં તેમાંથી જે એક બિંદુ ગળામાં ઊતરી જાય છે તે દિવસે તુરત ઉત્તમ ભેજન પામે.
દાતણનું પ્રમાણ અને તે કરવાની રીતિ, વાંકું નહીં, વચ્ચે ગાંઠ વિનાનું, જેને કૂચે સારે થઈ શકે એવું, જેની અણી પાતણ હોય, દશ આંગળ લાંબું, પોતાની ટચલી આંગુળીના અગ્રભાગ જેટલું જાડું જાણીતા ઝાડનું, સારી જમીનમાં ઉત્પન્ન થએલાં દાતણથી ટચલી અને દેવપૂજણી અંગુલીને ની વચ્ચે રાખીને પહેલાં ઉપલી જમણી દાઢ અને પછીથી ઉપલી ડાબી દાઢને ઘસીને પછી બને નીચેની દાઢને ઘસવી. ઉત્તર કે પૂર્વ દિશા સામે સ્થિર આસને દાતણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org