SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૦] श्राद्धविधिप्रकरण । તો ફેકટ જૈનધર્મની નિંદા થાય અને અનંતકાય તે પારકે ઘેર રંધાઈ અચિર થયા હોય તે પણ નિ:શકતાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણું વિગેરે જે કે અચિત્ત થયાં હોય અને પિતાને પચ્ચખાણ ન હોય તે પણ વજન જ કરવાં અને વળી મૂળે તો પંચાંગથી તજવા ગ્ય છે. સુંઠ, હળદર તો નામ સ્વાદના બદલવાથી સુકાયા પછી કહપે છે. ઉકાળેલા પાણીની રીતિ. ઉનું પાણી ત્રણ વાર ઉકાળા ન આવે ત્યાં સુધી તે મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિર્યુક્તિમાં કહે છે કે – જ્યાં સુધી ત્રણ વાર ઉકાળા આવ્યા ન હોય ત્યાંસુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે (ત્યારપછી અચિત્ત ગણાય છે. જ્યાં ઘણા માણસોની આવજાવ થયા કરતી હોય એવી ભૂમિ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે, ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થઈ જાય છે, અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદનું જળ પડતાં માત્ર મિશ્ર છે. પછી પડતું વર્ષાનું પાણી સચિત્ત બની જાય છે. ચોખાના ધેવણમાં આદેશ ત્રિક( આગળ કહેવાશે તે )ને મૂકીને તેંડુલેદક જ્યાં સુધી ડહોળું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યારથી અચિત્ત ગણાય છે, (આદેશત્રિક બતાવે છે) કેઈ આચાર્ય એમ કહે છે કે, ચોખાનું ધાવણ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતાં જે છાંટા ઉડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાંસુધી ન સુકાય ત્યાંસુધી ચોખાનું ધાવણ મિશ્ર ગણવું. બીજા, કઈક આચાર્ય એમ કહે છે કે તે ધાવણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં પરપોટા વળે છે તે જ્યાં સુધી ન ફૂટી જાય ત્યાંસુધી મિશ્ર ગણવું. ત્રીજા કેઈ આચાર્ય એમ કહે છે કે, જ્યાં સુધી તે ચોખા ચડે નહીં ત્યાં સુધી ચોખાનું મિશ્ર ગણાય છે. એ ત્રણે આદેશ પ્રમાણે ગણાય એમ નથી જણાતા; કેમકે કઈ વાસણ કોરું હોય તો તેને સુકાતા વધારે વાર લાગે નહિ, તેમજ કોઈ વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલું હોય તે તકાળ સુકાઈ જાય અને બીજું વાસણ પણ તેમ ન હોય તે ઘણીવારે સુકાઈ શકે, માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણા ઊંચેથી ધાવણ વાસણમાં નાંખે તે પરપોટા ઘણા થાય, નીચેથી નાંખે તો થોડા થાય, તે થોડા વખતમાં કુટી જાય કે ઘણા વખતે ફુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતો નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હોય તે થોડી વારમાં ચોખા ચડે ને મંદ હોય તો ઘણી વારે ચોખા ચડે તેથી એ હેતુ પણ અસિદ્ધ છે, કેમકે એ ત્રણે હેતુમાં કાળનો નિયમ નથી રહી શકતે માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરે હતુ તે એ જ છે કે, જ્યાં સુધી ચેખાનું ધાવણ અતિ નિર્મળ ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy