SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૧૭ ] પકવાન આશ્રયી કાળ નિયમ. સર્વ જાતિનાં પકવાન વર્ષારૂત(ચોમાસા)માં બનાવ્યાથી પંદર દિવસ સુધી, શીત ઋતુ(શીયાળા)માં એક મહિનો અને ઉબણ કાળ( ઉનાળા)માં વીસ દિવસ સુધી કેપે એ વ્યવહાર છે. ” આ ગાથા કયા ગ્રંથની છે એને નિશ્ચય ન થવાથી કેટલાક આચાર્ય તો એમ કહે છે કે-જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી ક૯૫નીય છે, બાકી દિવસને કાંઇપણ નિયમ નથી. દહિં, દૂધ અને છાશને વિનાશકાળ. જે કાચા (ઉકાલ્યા વગરના) ગોસ (દૂધ, દહિં, છાશ) માં મગ, અડદ, ચેળા, વટાણું, વાલ, વિગેરે દ્વિદલ પડે તો તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહીં તે બે દિવસ ઉપરાંતનું થયું કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. આ ગાથામાં સુgિવરિ' (બે દિવસ ઉપરાંત) ને બદલે “તિસુઘર'(ત્રણ દિવસ ઉપરાંત) એ પાઠ કવચિત છે પણ તે ઠીક નથી તેમ જણાય છે કારણ કે, “કથાતિયાતીતમતિ' એવું શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યનું વચન છે. 'દ્વિદળ કોને કહેવું? જે ધાન્યને પીલવાથી તેલ ન નીકળે અને સરખા બે ફાડચાં થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી ચીકણે રસ (તેલ) નીકળે તે દ્વિદળ ન કહેવાય. અભય કેને કહેવાં? વાસી અન્ન, દ્વિદળ, નરમ પુરી, વિગેરે એકલા પાણીથી રાંધેલો ભાત વિગેરે બીજે દેવસે, બીજાં સર્વ જાતિનાં કહેલાં અન્ન જેમાં ફંગ વળી ગઈ હોય તેવાં ઓદન પકવાન્નાદિ માવીસ અભક્ષય, બત્રીસ અનંતકાય—એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિત્તા સૂત્રની ત્તિથી જાણવું. - વિવેકવંત પ્રાણએ જેમ અભક્ષ્ય વજેવાં, તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજ કાળાં વેંગણ, કાય, માટી, ટીંબરૂ, જાંબુ, લીલાં પીલુ, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચુ, મહુડા, આંબા વિગેરેના મહેર, શેકેલા ઓળા, મોટાં બોર, કાચા કોઠીંબડાં, ખસખસ, તલ, સચિત લુણ પણ વર્જન કરવાં; તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાં ગેલાં, પાકાં કેડા, ફણસ ફળ, વળી જે દેશમાં જે જે વિરુદ્ધ હેિવાતાં હોય, કડવાં તુંબડાં, કેહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવાં. તે દેશમાં ન વજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy