________________
[ ૧૮ ]
श्राद्धविधिप्रकरण |
કપાસિયા ત્રણ વર્ષના થયા પછી અચિત્ત થાય છે. ત્યારપછી ગ્રહણ કરાય. આટા ( લાટ ) મિશ્ર થવાની રીતિ.
“ નહિ' ચાળેલા આટા શ્રાવણુ અને ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસે અને કાર્તિકમાં ચાર દિવસ સુધી, માગસર અને પાસમાં ત્રણ દિવસ સુધી, મહા અ ફાગણમાં પાંચ પાહાર સુધી, ચૈત્ર અને વૈશાખમાં ચાર પ્રહર સુધી, જેઠ ને અષા ઢમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે, ત્યારપછી અર્ચિત્ત ગણાય છે અને ચાળેલે આટે તે એ ઘડી વાર પછી અચિત્ત થઇ જાય છે. '
અહિંયાં કાઈ શકાકાર એમ પૂછે કે, અચિત્ત થયેલ આટે અચિત્ત ભ્રાજ કરનારને કેટલાક દિવસ સુધી કલ્પે ? ( ઉત્તર આપતાં ગુરુ શ્રાવક આશ્રયી કહે છે કે એમાં દિવસને કાંઇ નિયમ નથી, પણ સિદ્ધાંતામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રયી ની મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવાં જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં નરસાં ક્ષેત્રમ ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષા, શીત, ઉષ્ણુ કાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુન તે તે પરિણામથી પક્ષમાસાદિકની અવધિ જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ આદિમાં ફેરફાર થાય નહી અને ઈચલ વિગેરે જીવા પડે નહી ત્યાં સુધી છે. આ અધિના પહેલાં પણ જે વીદિના ફેરફાર થાય તેા ન ક૨ે, અને અવધિ પૂરી થયાં છતાં, વર્ણાદિ ન ી હાય તે પણ કહ્યું નહી.
સાધુને આશ્રીને સાધવાની ( શેકેલા ધાન્યના લેટની )યતના કલ્પવ્રુત્તિના ચેાથ ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ નગર ઇત્યાદિકમાં સાથવામાં જીવાત્પત્તિ થતી હાય ત્યાં તે લેવા નહીં. લીધા વિના નિર્વાહ ન થતા હાય તેા તે દિવસના કરલે લેવા. તેમ છતાં પણ નિર્વાહ ન થાય તે એ ત્રણ દિવસના કરેલા ને ચાર પાંચ દિવસનેા કરેલે! હાય તા તે સર્વ ભેગે લેવા. તે લેવાના વિધિ આ પ્રમાણે છે. ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર પાત્ર કંખલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવા. પછી ઊંચા મુખે પાત્ર અધ કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ જ્યાં વળગ્યુ' હાય તે ઉપાડીને ઠીકરામાં મૂકવુ એમ નવ વાર પ્રતિલેખન કરતાં જો જીવ ન દેખાય તે તે સાથવા વાપરવા. અને જે જીવ દેખાય તેા ફી નવુ વાર પ્રતિલેખન કરવું. તે પશુ જીવ દેખાય તે ફરી ન વખત પ્રતિલેખન કરવું. એ રીતે શુદ્ધ થાય તે વાપરવા અને ન થાય તેા પરઠવવા તેમ છતાં નિર્વાહ ન થતા હાય તે, યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવા. કાઢી નાંખેલી ઇચલ વિગેરે જીવ ઘટ્ટ વિગેરેની પાસે ફાતરાને મ્હાટા ઢગલા હાય ત્યાં મૂકવા, તેવા ઢગલા ન ય તા, ઠીકરામાં ઘેાડા સાથવા નાખી બાધા ન થાય તેમ મૂકવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org