________________
પ્રથમ વિન-
[ ૨૨ ]
ત્યાં સુધી મિશ્ર ગણવું ને ત્યારબાદ તેને અચિત્ત ગણવું. ઘણું આચાર્યોને એ જ મત હેવાથી એજ વ્યવહારશુદ્ધ છે.
ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણેથી ગરમ થયેલાં નેવાંના સંપર્કથી અચિત્ત થયેલા નેવાના પાણીને ગ્રહણ કરવામાં કંઈ વિરાધના થતી નથી. કેટલાક આચાર્ય એમ કહે છે કે ઉપર લખેલું પાણી પિતાના પાત્રમાં ગ્રહણ કરવું. આ વિષયમાં ઘણા વિચાર હોવાથી આચાર્ય ઉત્તર આપે છે કે, પાણીમાં અશુચિપણું છે માટે પોતાના પાત્રમાં લેવાનો નિષેધ છે, એટલા માટે ગૃહસ્થની કુંડી વિગેરે ભાજનમાં લેવું. વળી વરસાદ વરસતો હે તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહીં, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ અંતમુહૂર્ત કાળ વીત્યા પછી ગ્રહણ કરવા ગ્ય છે. જે પાણી નિકેવળ પ્રાસુક થયેલું છે (અચિત થયેલું છે) પણ ચોમાસામાં ત્રણ પ્રહર ઉપરાંત ફરીને સચિત્ત થઈ જાય છે. એટલા માટે તે ત્રણ પ્રહરની અંદર પણ તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવું કે જેથી પાણી પણ નિર્મળ થઈ રહે છે.
ચાખાનું ધાવણ પહેલું, બીજું, ત્રીજું, તકાળનું હોય તે અચિત્ત થાય છે, પરંતુ ચાથું, પાંચમું વિગેરે ધાવણુ ઘણુ કાળનું હોવા છતાંય સચિત્ત રહે છે.
અચિત્ત જળ કયાંસુધી રહે તેનું કાળમાન. “ત્રણ ઉકળે ઉકાળેલું પાણું અને પ્રાસુક જળ સાધુજનને કરે છે, પણ ઉષ્ણકાળ ઘણે ભૂખ હેવાથી ઉનાળાના દિવસોમાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય છે, પણ કદાપિ રોગાદિકના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવું પડે તે રખાય અને શીતકાળ સ્નિગ્ધ હોવાથી ચોમાસામાં તે ત્રણ પ્રહર ઉપરાંત સચિત્ત થાય છે, માટે ઉપર લખેલા કાળ ઉપરાંત કેઈને અચિત્ત જળ રાખવાની ઈચ્છા હોય તો તેમાં ખારપદાર્થ નાખી રાખ, કે જેથી તે સચિત્ત થઈ શકે નહીં” કેઈપણ બાહા શસ્ત્ર લાગ્યા વિના સ્વભાવથી જ અચિત્ત જળ છે એમ જે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કે શ્રુતજ્ઞાની પોતાના જાણપણાથી જાણતા હોય તે પણ તે અવ્યવસ્થાપ્રસંગના (મર્યાદા તૂટવાના) ભયથી વાપરતા નથી, તેમ બીજા કોઈને પણ વાપરવાની આજ્ઞા આપતા નથી. વળી સંભળાય છે કે, ભગવાન વદ્ધમાનસ્વામીએ “આ દ્રહ વિભાવથી અચિત્ત જળ ભરેલ છે અને વળી સેવાળ કે મત્સ્ય, કચ્છપાદિક ત્રસ જીવથી પણ રહિત છે. ” કેવલજ્ઞાનથી એમ જાણવા છતાં પણ પોતાના કેટલાક શિષ્ય તૃષા પીડિત થયેલા પ્રાણુ સંશયમાં હતા તે પણ તે વાપરવાની આજ્ઞા ન આપી. એમજ કિંઈક વખતે શિવે ભૂખની પીડાથી પીડિત થયા હતા તે વખતે અચિત્ત (તલનાં ગાંડ)
નજીક છતાં પણ અનવસ્થાદોષરક્ષા (બંદોબસ્ત રાખવા) માટે તેમજ કૃતજ્ઞાનનું પ્રમાણિક Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org