________________
બરાબર છે પરંતુ બે તિથિ પક્ષની માન્યતામાંથી ‘ઉદયમ્મિ અને ક્ષર્યપૂર્વના આધારે' એટલા શબ્દો કાઢી નાખવા.
(૩) ‘પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદ ચોથના સંવત્સરી મહાપર્વની આરાધના કરવી'' એમાંથી ઉદયાત્ રાબ્દ કાઢી નાંખવો તેને બદલે ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરવી'' એમ લખવું.
(૪) “શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય પ્રાચીન પરંપરાનુસારે'' લખ્યું છે તેમાંથી ‘શાસ્ત્રમાન્ય પ્રાચીન'' એ શબ્દો કાઢી નાંખી અને ફક્ત શાસ્ત્ર અને પરંપરાનુસારે એમ લખવું. આટલા શાબ્દિક વાંધાઓ સિવાય આખું લખાણ એક તિથિ અને બે તિથિ એ બંને વર્ગને માન્ય છે, એવું ચિત્ર પંડિતજીની વાતચીત ઉપરથી ઉપસતું હતું. પંડિતજીએ લખાણમાં જે ચાર વાંધાઓ સૂચવ્યા હતા તેનો કોઈ ઉકેલ શોધી અંતિમ સર્વમાન્ય લખાણ તૈયાર કરવા રાત્રે શેઠશ્રી રમણલાલ વજેચંદને ત્યાં મળવાનું નક્કી હતું. ત્યાં જ પંડિતજીનો ફોન આવ્યો કે આચાર્ય દેવેન્દ્રસાગરજીએ પણ કાંઈક લખાણ તૈયાર કર્યું છે અને મને ત્યાં બોલાવે છે. પંડિતજી ગયા અને લખાણને બદલે એક બીજો પટ્ટક જ લઈને આવ્યા. આ પટ્ટક એવો હતો કે બે તિથિ વર્ગને સ્વીકાર્ય જ ન થાય. આ રીતે આટલી મહેનત કરીને લગભગ સર્વસંમત જે લખાણ કરવામાં આવ્યું હતું તે નકામું થઈ ગયું અને લગભગ અંતિમ તબક્કામાં પહોંચેલી સમાધાનની વાટાઘાટો પત્તાંના મહેલની જેમ તૂટી પડી. તેમ છતાં ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજને આ લખાણ બતાવવામાં આવ્યું ત્યારે તેમણે વાંચીને કહ્યું કે, ‘આવું ખોટું કંઈ આપણાથી થઈ શકે નહિ.''
|
આ લખાણ રજૂ કર્યા પછી ઘણા દિવસ સુધી પંડિતજી દેખાયા નહિ. ત્યાર બાદ તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૮૫ના રોજ એકાએક પંડિતજી, રમણલાલ વજેચંદ અને કાંતિલાલ ચુનીલાલ ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ પાસે આવ્યા. એ વખતે દ્વિતીય શ્રાવણ વદ અમાસ હતી અને પર્યુષણ ચાલી રહ્યા હતા. પંડિતજીએ ગચ્છાધિપતિને ફરી વિનંતી કરી કે, “કલ્યાણક માટે કોઈ માર્ગ કાઢી આપો. ભગવાન મહાવીરના પાંચ
Jain Education International
કલ્યાણક, પોષ દસમી, ભોયણીજીની વર્ષગાંઠ વગેરે વગેરે મુખ્ય આરાધનાઓ તમે અમારા પ્રમાણે કરો. બાકી બીજા બધાં કલ્યાણક તમે તમારી રીતે, અમે અમારી રીતે કરીએ. આ સાંભળી ગચ્છાધિપતિશ્રીએ મક્કમતાથી કહ્યું કે, “એ શક્ય નથી. તમે એક વખત કબૂલ કર્યું કે કલ્યાણકાદિ ઉભય પક્ષ પોતપોતાની માન્યતા પ્રમાણે કરે. એ નક્કી કર્યા પછી લખાણ તૈયાર કર્યું. તેમાં સુધારાવધારા તમે સૂચવ્યા તે શક્ય તેટલા કરી આપ્યા અને હવે પાછા વાત ફેરવો છો. આ વાત તમારા જેવા માટે બરાબર નથી.''
આ વાતચીત ઉપરથી ખ્યાલ આવી ગયો કે હવે સમાધાનની આશા નહિવત્ છે. ત્યાં જ ભાદરવા સુદ ત્રીજે બે તિથિના અગ્રણી રમણલાલ વજેચંદને શ્રેણિકભાઈએ અમદાવાદમાં લાલભાઈના વંડે મળવા બોલાવ્યા. રમણલાલ વજેચંદ પોતાની સાથે કાંતિલાલ ચુનીલાલને લઈ શ્રેણિકભાઈને મળવા ગયા. શ્રેણિકભાઈએ કહ્યું કે, “મફતલાલ પંડિતજી ચૌદ આચાર્યોની સહી તેમના લખાણ ઉપર લઈ આવ્યા છે. અને એ પટ્ટક બહાર પાડવા માંગે છે. મેં તેમને કહ્યું કે આમાં પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજની સહી નથી તેથી આ રીતે પટ્ટક બહાર પાડવો મને પસંદ નથી. મારી ઈચ્છા એવી છે કે પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજ તરફથી જે લખાણ તૈયાર થયું છે તેમાં પહેલી જ એમની સહી આપે અને પછી બાકીના આ ૧૪ આચાર્ય ભગવંતોની સહી આવે અને એ રીતે તેમના તરફથી જ તૈયાર થયેલો એ પટ્ટક હું બહાર પાડું. હવે જો બાકીના ચૌદેય આચાર્યો ‘‘કલ્યાણક આદિ સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે કરે'' એ કલમના આધારે “અમે કલ્યાણક આદિ તિથિઓની આરાધના સંવત ૧૯૯૨ પહેલા કરતા હતા તેમ કરીશું'' એવો એક બીજો પટ્ટક તૈયાર કરી મને બહાર પાડવાનું કહે તો એ પટ્ટક પણ હું બહાર પાડું. આ કામ હું ત્યારે જ કરું જ્યારે પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજ તેનો જાહેરમાં વિરોધ કરવાના ન હોય.'' આ સાંભળી કાંતિલાલ ચુનીલાલે કહ્યું કે, ‘‘પૂજ્ય રામચન્દ્રસૂરિ મહારાજને હું જે રીતે જાણું છું તે મુજબ તેઓ આપે કહેલી વાતમાં સોએ
પર્વતિથિના સત્યની શોધમાં ] ૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org