SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અમને તેમની સાથે રહેલા આચાર્યશ્રી હેમભૂષણસૂરિ મહારાજ સાથે વાતચીત કરવાની ભલામણ કરી હતી. આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજીને એમ પૂછવામાં આવ્યું કે,'' તિથિના વિષયમાં આપના સમુદાયને સમાધાનમાં રસ નથી, એવી છાપ કેમ છે ?'' તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, ‘‘અમારા બે તિથિ પક્ષના પૂજ્યોને શાસ્ત્રીય કે શાસ્ત્રસાપેક્ષ સમાધાનમાં જરૂર રસ છે અને સમગ્ર તપાગચ્છ સાચી આરાધના કરતો હોય તો તે માટે શાસ્ત્રસાપેક્ષ રીતે જે સમાધાન કરવું હોય તેની આજ પૂર્વે અમારા પક્ષે તૈયારી બતાવી જ છે. સંવત ૨૦૪૨ના પટ્ટકની પૂર્વભૂમિકા અને સંવત ૨૦૨૦નો પટ્ટક આદિ તેના સાક્ષી છે.'' “સંવત ૨૦૪૨ની સાલમાં બે તિથિ પક્ષના છ આચાર્ય ભગવંતો પોતાના સમુદાય સાથે એક તિથિ પક્ષમાં ભળી ગયા, તેમાં આપના સમુદાયની કચાશ પુરવાર નથી થતી ?'' એવા પ્રશ્નના જવાબમાં આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજી જણાવે છે કે, “તેમાં અમારા પક્ષની કચાશ પુરવાર થતી નથી પણ તે છ કે જેટલા હોય તે આચાર્યોની સિદ્ધાન્તનિષ્ઠાની ખામી અને ભ્રામક એક્તાનો મોહ પુરવાર થાય છે. વળી તેમાં ચોક્કસ વ્યક્તિ પ્રત્યેનો ખોટો પૂર્વગ્રહ પણ કારણરૂપ જણાય છે.'' “આપને નથી લાગતું કે સંવત ૧૯૯૩ની સાલમાં સંઘની સર્વાનુમતિ સાધ્યા વિના પંચાંગની પરંપરા બદલવામાં આપના વડીલોએ કોઈ ભૂલ કરી હતી ?'' એવા પ્રશ્નના જવાબમાં આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજી | જણાવે છે કે, ‘‘સંવત ૧૯૯૨ નો ફેરફાર કરીને અથવા સંવત ૧૯૯૩ માં શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ શુદ્ધ પંચાંગ કાઢીને અમારા વડીલોએ કોઈ ભૂલ કરી નથી. સંવત ૧૯૫૨માં આચાર્યશ્રી સાગરજી મહારાજે અલગ સંવત્સરી કરી તે સકલ સંઘને પૂછીને કરી હતી ? સંવત ૧૯૯૨માં નેમિસૂરીશ્વરજી મહારાજે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ઉદયાત્ ચતુર્થી સાચવવાની પરંપરાનો Jain B ત્યાગ કરી ઉદયાત્ ચતુર્થીની અવગણના કરી પહેલી પાંચમને બીજી ચોથ બનાવી તે દિવસની સંવત્સરી જાહેર કરી તે સકળ સંઘને પૂછીને કરી ? સંવત ૧૯૯૦ના શ્રમણ સંમેલનમાં સકલ તપાગચ્છ સંઘને તિથિપ્રશ્ને શાસ્ત્રાધારે વિચારણા કરવા વિનંતી કરવા છતાં તે વખતે વિચારણા ન કરી તે શું સૂચવે છે. ? સંવત ૨૦૪૨ તથા ૨૦૪૪ના પટ્ટક કે સંમેલનના ઠરાવો સકલ શ્રી સંઘની સંમતિથી થયા છે ? આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે સંવત ૨૦૧૩માં પોતાની માન્યતાથી વિરુદ્ધ ગુરુવારના બદલે બુધવારે સંવત્સરી જાહેર કરી તે સકલ શ્રીસંઘને પૂછીને કરી હતી ? જો સર્વાનુમતિ સાધ્યા વિના સાચામાંથી ખોટું થઈ શકતું હોય તો પ્રયત્નો છતાં સર્વાનુમતિ ન સાધી શકાય ત્યાં સુધી ખોટામાંથી સાચું ન જ થઈ શકે, એવો નિયમ યોગ્ય ગણાય ? બાકી તો આચરણા કઈ પ્રમાણ ગણવી તે માટે તો ચૈત્યવંદન ભાષ્ય, ધર્મરત્નપ્રકરણ આદિ અનેક ગ્રંથોના પાઠો વિદ્યમાન છે.'' ‘તપાગચ્છ શ્રીસંઘની એકતાનો કયો ઉપાય આપને વ્યવહારૂ જણાય છે ?'' એવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્યશ્રી હેમભૂષણસૂરીશ્વરજી જણાવે છે કે, “અમારા સમુદાયને કેવળ બહુમતિ સાથે ભળવામાં રસ નથી. પરંતુ અમે બધા જ સકલ શ્રી તપાગચ્છ શ્રીસંઘ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પ્રાચીન પરંપરાનુસારે આરાધના કરતા એકરસ બનીએ એમાં અમને જરૂર રસ છે. આ માટે જેને પોતાનો ઈગો આદિ અથવા વ્યક્તિ કે પક્ષો પ્રત્યેના પૂર્વગ્રહો નડતા હોય તે છોડીને તટસ્થતાથી અને સહૃદયતાથી શાસ્ત્રધારે વિચારણા કરી જેટલા વિષયમાં અને જેટલા અંશે નજીક અવાય તેટલા નજીક આવવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ જ સમાન વિચારવાળા મુદ્દાઓ અંગે એકમતિ સાધી તેમાં સહકારપૂર્વક દરેકે સાથે મળી અમલ કરવા કરાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ એક વર્તમાનમાં વ્યવહારૂ અને શક્ય ઉપાય જણાય છે.'' પર્વતિથિના સત્યની શોધમાં ૬૦
SR No.001780
Book TitleParvatithina Satyani Shodhma
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year1999
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Principle
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy