________________
કેતુ–લસણીયો
આરાધના કરવામાં આવે તો તેનાથી તેના શુભ ફળમાં વધારે થાય છે.
અશુભ ફળ આપતો કેતુ : માણસની જન્મ રાશિ અથવા. નામ રાશિથી ગણતાં જ્યારે જ્યારે કેતુ બીજા અથવા ચોથા સ્થાનમાં આવે ત્યારે ત્યારે તે ખરાબ ફળ આપે છે. આ પ્રમાણે કેતુ જ્યારે પાંચમા, સાતમા અથવા આઠમા સ્થાનમાં આવે ત્યારે તે પણ માણસને અશુભ ફળ આપે છે. વળી બારમા સ્થાનમાં આવેલ કેતુ પણ માણસને મરણતોલ બીમારી અથવા ભયંકર માંદગીમાં સપડાવી મૂકે છે. આ પ્રમાણેને કેતુ માણસને આર્થિક મુશ્કેલીઓ તથા બીજી અનેક ઉપાધિઓમાં લાવી દે છે.
ઉપર પ્રમાણે કેતુ જ્યારે નબળો હોય ત્યારે તે કેતુને માટે યોગ્ય રીતે વિધિ કરીને તેની આરાધના કરવી જોઈએ કારણ કે નબળા. કેતુના કારણે માણસને અનેક પ્રકારની મુસીબતોના ભોગ બનવું પડે છે. અને તેથી માણસ હેરાન પરેશાન થઈ જાય છે. જે તેને યોગ્ય વિધિ કરવામાં આવે તો તેનાથી કેતુનું સઘળું ખરાબ ફળ દૂર થઈ માણસને સારું ફળ પ્રાપ્ત થાય છે.
વિધિ : જે માણસના જન્મ સમયે કેતુ નબળે હેય અથવા નબળા કેતુની મહાદશા કે પછી અંતર્દશા ચાલતી હોય અથવા તો ગોચર ભ્રમણમાં કેતુ આગળ બતાવેલ અશુભ સ્થાનમાં આવવાથી ખરાબ ફળ ઉત્પન્ન કરતો હોય તો તેવા સમયે તે કેતુની શાંતિ માટે યોગ્ય વિધિ કરવો જોઈએ. ખાસ કરીને વૈદૂર્યમણિ (લસણયું) કેતુનું નંગ ગણાય છે. પંચધાતુની વીંટીમાં તે નંગ બેસાડીને તેને હાથ પર પહેરવામાં આવે છે. પહેરતા પહેલાં તે વીંટીની કેઈ ઉત્તમ બ્રાહ્મણ પાસે પ્રાણપ્રતિષ્ઠા કરાવી તેના ઉપર કેતુના મંત્રના જપ કરાવવા. તથા વિધિપૂર્વક તેની પૂજા કરવી. શાસ્ત્રમાં કેતુના મંત્રના ૭૨,૦૦૦ (તેર હજાર) જપ કરવાની વાત બતાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org