________________
૭૮
ગ્રહો અને રત્ના
પાયાનું ફળ : જે પનોતીનો પાયે સેનાને હોય તો તે પાતી હમેશાં માણસને ખરાબ ફળ આપનારી જાણવી. આ પનોતી. માણસને માથે અનેક પ્રકારનાં સંકટ લાવે છે. પોતાના કુટુંબીઓની સાથે આ પનોતીને લીધે માણસને વિખવાદ તથા કલેશ થાય છે દરેક રીતે ધનનો વ્યય તથા આર્થિક મુશ્કેલીઓ આવે છે. વળી કેઈને કઈ પ્રકારે ઝઘડા તથા વિરે ઊભા થાય તેમજ અનેક પ્રકારના રોગોની પીડા ઉત્પન્ન થાય છે. આમ જે પનોતીને પાય સેનાને. હોય તો માણસની મુશ્કેલીઓને પાર નથી હોતો.
જે માણસને બેસતી પનોતીનો પાયો રૂપાનો હોય તો તે પનોતી હંમેશાં શુભ ફળ આપનારી ગણાય છે. રૂપાના પાયાની પનોતી માણસના ધન કીર્તિમાં વધારો કરે છે. રાજ્ય તરફથી અનેક પ્રકારે લાભ અપાવે છે. રાજકારી ક્ષેત્રમાં માણસ આગળ વધી શકે તથા પ્રધાનપદ પણ પ્રાપ્ત કરી શકે. અનેક પ્રકારે ધનને લાભ થાય તથા સંપત્તિમાં પણ ઘણો વધારો થાય છે. આ સમય દરમ્યાન માણસના હાથે અનેક નાનાં મોટાં સારાં કાર્યો, ધાર્મિક તથા માંગલિક પ્રસંગે થાય છે. આમ રૂપાનો પાયે હોય તો તે પાયે દરેક પ્રકારે માણસને સુખ લાભ તેમજ યશ આપનારે અને સંપત્તિ વધારનાર ગણાય છે. - જે કઈ માણસને તાંબાના પાયે પતી બેસે તે તે માણસને પણ પનોતી સારું ફળ આપે છે. આ પનોતી પણ રૂપાના પાયાની જેમ માણસને અનેક પ્રકારે સુખ આપનારી જાણવી. આ પનોતીના સમયમાં માણસને સુખશાંતિમાં વધારો થાય તેમ જ દરેક પ્રકારે ધનને લાભ થાય અને માન આબરૂમાં વધારો થાય છે. પત્ની તથા બાળકે તરફથી પણ આ પનોતીમાં માણસને સંપૂર્ણ સુખ મળવાના યોગે આવે છે. આ સમય દરમ્યાન માણસનાં ધારેલાં સઘળાં કાર્યો પણ પૂર્ણ થાય છે અને ચારે તરફથી લાભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org