________________
શનિ–નીલમ
૭૭
જ્યારે જ્યારે માણસને મેટી પનોતી બેસે ત્યારે ત્યારે માણસને અનેક પ્રકારના કલેશ કજીયા અથવા ઝઘડા તકરાર વગેરે થાય છે. અંત માણસને એકબીજાને તકરારને સંભવ રહે છે. વળી આર્થિક નુકશાન થવાનો ભય રહે છે અને અનેક રીતે ખોટા માર્ગે તથા અણધારી રીતે લક્ષ્મીને નાશ થાય છે. બાળકોને તેમજ પત્નીને પણ પીડા કરનારા યોગો ઊભા થાય છે. પોતાના શરીર માટે પણ આ સમય ખરાબ જ ગણાય. આ સમય દરમ્યાન બીનજરૂરી નાસાનાસ, કામ વગરની મુસાફરી તથા એવા અનેક પ્રકારના વિદને અને ધનવ્યયના પ્રસંગો પણ આ પનોતીના સમયમાં વારંવાર ઊભા થાય છે. આમ મેટી પનોતી માણુપને દરેક પ્રકારે મુશ્કેલીઓ કરનારી ગણાય છે.
શનિની પનોતી જેમ ખરાબ ફળ આપે છે તેમજ તે સારું ફળ પણ આપે છે. હવે આ પનોતી કયારે ખરાબ ફળ આપશે તથા કયારે સારૂં ફળ આપશે તે આપણે જાણવું જોઈએ. પનોતીનું સારું નરસું ફળ જાણવા માટે આપણે શનિની પનોતીને પાયે કે છે તે જાણવું જોઈએ. શનિની પનોતીના ચાર પાયા ગણાય. ૧. સેનાને. ૨. રૂપાને. ૩ ત્રાંબાને, ૪. લેખંડો. પનીને કો પાયો છે તે જાણવા માટેની રીત સહુથી સહેલી છે. જે દિવસે શનિ રાશિ બદલે તે દિવસે ચંદ્ર કઈ રાશિમાં છે તે જોવું જોઈએ. હવે જે તે સમયની ચંદ્રની રાશિ તમારી રાશિથી ગણતાં પહેલી, છઠ્ઠી અથવા અગિયારમી થાય તે તમને સેનાના પાયે પનોતી બેઠી છે એમ જાણવું. જે તે દિવસને ચંદ્ર તમારી રાશિથી બીજી, પાંચમી અથવા નવમી રાશિમાં હોય તે રૂપાના પાયે પતી બેઠેલી જાણવી. ત્રાંબાને પાયે પનોતી બેસતી હોય તે તે દિવસે તમારી રાશિથી ત્રીજી, સાતમી અથવા દસમી રાશિમાં જ ચંદ્ર હોય, જે તમારી રાશિથી ગણતાં ચેથી, આઠમી અથવા બારમી રાશિમાં ચંદ્ર હોય તો લેઢાને પાયે પનોતી બેઠેલી જાણવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org