________________
રહે અને ૨ને
જોઈએ. જો ઉપર પ્રમાણે શનિ નબળો હોય તો તેના કારણે માણસને ધન બાબત નુકશાનને વેગે ઊભા થાય છે. વળી આ શનિના. કારણે માણસને કુટુંબમાં વિખવાદ થવાના એગો આવે છે. વળી પિતાના ખાસ અંગત સંબંધીઓ તથા મિત્રો વિગેરેની જોડે પણ કલહ થવાનો સંભવ રહે છે. આ રીતને નબળો શનિ માણસના માથે અનેક પ્રકારનાં સંકટો લાવે છે તથા કઈ કઈવાર શારીરિક પીડાનો પણ સંભવ ઊભો થાય છે. આમ શનિ જ્યારે જ્યારે નબળા હોય ત્યારે ત્યારે માણસને માથે મુશ્કેલીઓનો આભ ફાટી નીકળે છે.
પનોતી : માણસની જન્મની રાશિથી અથવા નામની રાશિથી ગણતાં જ્યારે જ્યારે શનિ ચોથા સ્થાનમાં આવે અથવા આઠમા. સ્થાનમાં આવે ત્યારે શનિની પનોતી બેઠી એમ ગણાય. આ પતીને નાની પનોતી કહેવાય છે. આ પનોતીને સમય અઢી વર્ષને ગણાય છે. આ પનોતી માણસને જાતજાતના ભયથી હેરાન પરેશાન કરી મૂકનારી ગણાય છે. આ પનોતીથી માણસના મનમાં અનેક પ્રકારની મુંઝવણે તથા ચિંતા ઊભાં થાય છે. વળી પોતાના અંગત માણસ, સ્નેહીઓ અથવા તો કુટુંબના માણસો સાથે પણ કલેશ થવાનો સંભવ રહે છે. આ પતીના સમય દરમ્યાન માણસને પડવા, વાગવાને તેમજ દાઝવાનો ભય રહે છે. તથા ચામડીના રોગો ઉત્પન્ન થાય છે. આ માણસની જન્મરાશિ અથવા નામરાશિથી ગણતાં જ્યારે શનિ બારમો થાય, એટલે કે શનિ જન્મની રાશિમાં અથવા નામની રાશિમાં આવે ત્યારે પણ આ પનોતી ચાલુ જ ગણાય. એ જ પ્રમાણે પોતાની રાશિથી બીજી રાશિમાં જ્યારે શનિ આવે ત્યારે પણ પનોતી ચાલુ રહે. આમ મોટી પનોતી સાડા સાત વર્ષ સુધી રહે છે. જ્યાં સુધી શનિ બારમી રાશિમાં રહે ત્યાં સુધી પનોતી માથે બેઠેલી ગણાય. પહેલી રાશિમાં શનિ હોય ત્યારે છાતીએ પનોતી છે એમ માનવું. વળી જ્યારે શનિ બીજી રાશિમાં આવે ત્યારે ઊતરતી પનોતી જાણવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org