________________
શનિ..............
નીલમ (નીલમણિ)
શનિનું રત્ન તે શ્રેષ્ઠ નીલમ અથવા નીલમણિ છે. નીલમણિના રોંગ ભૂરા હોય છે. આછા આસમાની રંગથી શરૂ કરીને ભૂરા, ધેરા ભૂરેશ, કાળા ભૂરા અને તદ્દન કાળા જેવા આમ અનેક રગામાં નીલમણિ મળી શકે છે.
નીલમણિ પણ બીજા પત્થરાની જેમ જ પૃથ્વી ઉપર ખાણામાંથી નીકળે છે. સીલેાન અને બર્મામાં નીલમણિની ખાણા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, સીલેન કરતાં પણ બર્મામાંથી મળી આવતા પત્થરા વધારે ઊંચી જાતના ગણાય છે.
નીલમણિ પણ અગ્નિકૃત ખડકનો જ પ્રકાર ગણાય. ખાણામાંથી ખેદી કાઢેલા પત્થરાને તેાડી તેમાંની અશુદ્ધિએ છુટી પાડવામાં આવે છે. પત્થરનું ઉપલું પડ અશુદ્ધિઓ સાથે ભળીને એકરૂપ બની ગયેલું હોય છે. આ પડ સફેદ પડતુ, આસમાની અથવા કાળાશ પડતુ હોય છે. આથી આ પડમાંથી બનતાં રત્ના હલકાં ગાય છે. ઉપરનું અશુદ્ધ પડ તાડતાં પત્થરને અંદરના ભાગ નીલમણિનું સાચું સ્વરૂપ દેખાડે છે.
આ શુદ્ધ નીલમણિ ભૂરા રંગના હોય છે. તેના રંગ મેારની ગરદન જેવા ચળકતા ભૂરા પ્રકાશવાળા હેાય છે. શુદ્ધ નીલમણિ એટલે ઊડીને આંખને વળગે એવું ભૂરા પ્રવાહીનું જામેલુ ચેસલું. આ નક્ષર્માણ ઘણા જ કીમતી પત્થર છે. તેમાંથી ભૂરા પ્રકાશ નીકળે છે. નિને રંગ પણ ભૂરા છે અને તેમાંથી ભૂરા પ્રકાશનાં કિરણા ફળે છે. આથી જ નીક્ષમણુિને શનિનું રત્ન માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org